google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeધોરણ ૧૦ માં બે વખત નાપાસ થયેલ અંકલેશ્વરના વિદ્યાર્થીએ ગળે ફાંસો આપઘાત...

ધોરણ ૧૦ માં બે વખત નાપાસ થયેલ અંકલેશ્વરના વિદ્યાર્થીએ ગળે ફાંસો આપઘાત કર્યો

અંકલેશ્વર,
ધોરણ ૧૦ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઈ રેસિડેન્સીમાં રહેતા વિદ્યાર્થીને લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઈ રેસિડેન્સીમાં સોમાભાઈ પરમારના ૧૬ વર્ષીય પુત્ર કુલદીપ સોમાભાઈ પરમાર ધોરણ ૧૦ ની પરીક્ષામાં સતત બે વાર નાપાસ થતાં તેને લાગી આવતા ગતરોજ રાતે નવથી સાડા નવ વાગ્યે પોતાના ઘરમાં છત ઉપર લગાવેલ પંખા સાથે કપડાં બાંધવાની દોરી બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો હતો.આ અંગેની જાણ પરિવારને થતાં તેને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!