google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચની ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીનો ૫ થી ૭ કિલોમીટર ટ્રાફિકજામના કારણે...

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીનો ૫ થી ૭ કિલોમીટર ટ્રાફિકજામના કારણે વિદ્યાર્થીઓ અને ધંધા રોજગારે જતા લોકો કલાકો સુધી અટવાયા

- સીઝનના પ્રથમ વરસાદે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આવનાર દિવસોમાં તો સ્થાનિક લોકોએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે

ભરૂચ,

ભરૂચની પૂર્વપટ્ટી ઉપર નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ અહીં તો પૂર્વપટ્ટીના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. રોજબરોજ સવારે સાત વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી સતત ટ્રાફિકજામથી શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી કોઈક અંત આવ્યો નથી.

ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી મુખ્ય માર્ગને અઢીને ટ્રાવેલ્સોના બસોના મોટા મોટા પાર્કિંગો આવેલા છે જે પાર્કિંગમાંથી દરરોજ સવારે સાત વાગે શિપ ડ્યુટીના સમયે એક સાથે બસો કરતાં વધુ લચકરી બસો નીકળતી હોય છે જેને લઈ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે એક સાથે ૨૦૦ થી વધુ બસો નીકળતા પૂર્વપટ્ટીના ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના માર્ગ ઉપર ટ્રાફિકજામ વળતાતો હોય છે.આ સમસ્યાને લઈ સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી છે કે આ વિસ્તાર માંથી બસો ના પાર્કિંગ દુર કરવા સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે.પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી શું તંત્રને પણ ટ્રાવેલ્સોના સંચાલકો દ્વારા હપ્તા મળતા હશે એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ટ્રાવેલ્સો ના પાર્કિંગ ક્યારે? અહીંથી ખસેડવામાં આવે એ જોવું રહ્યું.

જો બસોના પાર્કિંગ ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગને અડીને આવેલા છે એના કરતાં નર્મદા ચોકડી પર મુખ્ય હાઈવેના અડીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી સ્થાનિકોને કોઈ મોટી તકલીફ ન પડે તથા રાત દિવસ બેફામ દોડતા ભૂ માફિયાઓના ડમ્પરથી પણ ટ્રાફિક જારની સમસ્યા વર્તાઈ રહી છે.આખી રાત ધમધમતા ડમપરો ઓવરલોડિંગ અને રોયલ્ટી વિનાના ડમ્પરો પ્રશાસન થી ભાગવા માટે બેફામ દોડતા હોય છે.જોકે જેને લઈને વારંવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે જેને લઈ ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસવા પણ વારંવાર રજૂઆતો કરતા હોય છે.પરંતુ અત્યાર સુધી આ રજૂઆતોનો કોઈ ઉકેલ આવ્યો નથી તો શું તંત્ર આખ આડા કાન શું કામ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!