(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં દોડ, કુદ અને ફેંક વિભાગ તેમજ ફૂટબોલ અને ખો – ખો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
નર્મદા જિલ્લામાંથી કુલ ૩૫૦ થી વધુ એથલેટિક્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો.જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ ઈંગ્લિશ મીડિયમ શાળાના ૧૨૬ જેટલા વિદ્યાર્થીઓએ એથ્લેટીક્સ, ખો-ખો, કબડ્ડી અને ફૂટબોલ જેવી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.U-14 બહેનોમાં જયશ્રીબેન વસાવા ૪૦૦ મીટર દોડમાં પ્રથમ, ૮૦૦ મીટરની દોડમાં રીયાબેન વસાવા પ્રથમ, ૨૦૦ મીટરની દોડમાં કિંજલબેન દ્વિતીય, ૧૦૦ મીટરની દોડમાં વસાવા નીતિક્ષાબેને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.
U-17 બહેનોમાંથી કિંજલબેન ૧૦૦ મીટર હડલ્સમાં પ્રથમ, ૮૦૦ મીટર દોડમાં ભૂમિબેન વસાવા પ્રથમ, ૧૫૦૦ મીટર દોડમાં વસાવા નિતીક્ષા પ્રથમ, ૩૦૦૦ મીટર દોડમાં વસાવા દર્શિકા પ્રથમ, ગોળા ફેંકમાં જાનવીબેન વસાવા પ્રથમ, ૩૦૦૦ મીટરમાં સ્વાતિબેન દ્વિતીય, ચક્રફેકમાં ધ્રુવીબેન દ્વિતીય, ૪૦૦ મીટર દોડમાં ભૂમિ વસાવા તૃતીય, ૧૦૦ મીટર હડલ્સમાં ભગત કૃતિકા તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો.
U-17 ભાઈઓમાં પ્રિન્સ વસાવાએ ૧૦૦ મીટર અને ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ, પ્રિતમ વસાવાએ ઉંચીકુદમાં પ્રથમ, એલેક્ષ વસાવાએ ૧૧૦ મિટર હડલ્સ અને ટીમ ૧૦૦ x૪ રિલેમાં પ્રથમ, પાવન વસાવા ૮૦૦ મીટર દોડમાં દ્વિતીય, પ્રિયાંકભાઈ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય, આકાશ વસાવા ૪૦૦ મીટરમાં તૃતીય ક્રમાંક હાંસલ કર્યો હતો.
U-17 અને U-14 ફુટબોલ સ્પર્ધાના બંને વિભાગમાં ૫-ગોલ્ડ મેડલ અને ૧-સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.કુલ ૧૭ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવીને વિદ્યાર્થીઓએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ દેડિયાપાડાના મેનેજર ફાધર રોબોર્ટ તથા આચાર્ય રેવ.સિ.રોઝા જ્યોતિ, શિક્ષક ગણ અને કોચ ગામીત યોસેફ દ્વારા રમતવીરોને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ રમવા માટે શુભકામના પાઠવવામાં આવી હતી.