આમોદ,
આમોદની સ્વામી નારાયણ સ્કુલ ખાતે થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સ્વરૂપે શાળાનાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.જેમા આમોદના રહેવાસી અને સ્વામી નારાયણ સ્કુલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રીએ ઓપન માર્કેટ ક્લોજ માર્કેટમાં બ્રોન્ઝ મેડલ અને રિલે રેસમાં ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા.જ્યારે નર્સરીમાં અભ્યાસ કરતા મુહમ્મદ જૈદ મુહમ્મદ ખત્રીએ બોલ બેલેંસિંગમાં ગોલ્ડ મેડલ અને આલ્ફાબેટ આઈડેન્ટીમાં બ્રોન્ઝ મેડલ જીતયા હતા. જેને લઈ ખત્રી સમાજનું નામ રોશન થતાં ખત્રી સમાજના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી અને ચારે તરફથી પંથકમાં લોકોએ તેમના વાલીને અભિનંદનની વર્ષા કરી હતી.જ્યારે અન્ય વિદ્યાર્થિઓને પણ ગોલ્ડ મેડલ તેમજ અન્ય મેડલોથી નવાઝતા જીતનાર વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.