google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeHealthઅંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન

ભરૂચ,
છેલ્લા ૧૦ વર્ષથી બંને આંખોથી અંધ દર્દીએ દ્રષ્ટિ પાછી મેળવવા ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત અને સારવાર કરવાય બાદ અંતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તબીબ દ્વારા કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવતા હવે તે જોઈ શકતા થતા તેઓએ ખુશી સાથે તબીબ અને સંચાલકોનો આભાર માન્યો હતો.
દર્દી સાયરા બાનુ ભરૂચ રહેવાસી મોતિયા અને નેત્રપટલ (કોર્નિયા) ની ખામીના કારણે ૧૦ વર્ષથી બંને આંખોથી અંધ દર્દીએ દ્રષ્ટિ પાછી મેળવવા ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી અને સારવાર કરાવી હતી.પરંતુ કોઈ પરિણામ ન મળતા, દર્દી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં આંખોના રોગોના નિષ્ણાંત ડૉ.તૃપ્તિ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો.દર્દી ઓપરેશન પહેલા રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા ન હતા અને અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું.ડૉ.તૃપ્તિની ગુપ્તાની સલાહ પ્રમાણે દર્દી ઓપરેશન માટે તૈયાર થયા અને ઘણા જટિલ આવા ટ્રિપલ પ્રક્રિયાના ઓપરેશન કે જેમાં મોતિયા, IOL અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સફળતા પૂર્વક કરી દ્વારા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરી.આ સંપૂર્ણ ઓપરેશન જયાબેન મોદી હોસ્પિટલ ના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રોસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું.આ મિશન અંતર્ગત વર્ષ ૨૦૨૬ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ના હોવા જોઈએ અને ૨૦૨૬ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય.સાયરા બાનુ ઓપરેશન પછી બધું જોઈ શકે છે અને રોજબરોજની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. મફત સારવાર બદલ દર્દી વતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આત્મી દેલિવાલા અને નેત્ર રોગના નિષ્ણાત ડૉ.તૃપ્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!