(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમા ૯ લાખ મેટ્રિક ટન શેરડીના લક્ષ્યાંક સાથે શેરડીનું પીલાણ શરૂ થયું હતું.
આ પ્રસંગે સંતોની ઉપસ્થિતિમા નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર,એમ ડી નરેન્દ્રભાઈ પટેલ, ડિરેક્ટર કમલેશ પટેલ સહીત સભાસદો દ્વારા પૂજન કરવામા આવ્યું હતું.તેમજ ઘનશ્યામ પટેલે સુગરના કારીગરો, કામદારોને તિલક કરી એમના હસ્તે શ્રીફળ વધેરી પૂજન કર્યું હતું
સંતો દ્વારા ચોપડા પૂજન પણ કર્યું હતું.ત્યાર બાદ બોઈલરનું પ્રદીપન કરાયું હતું.આ પ્રસંગે નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નવા વર્ષ માં ભરૂચ નર્મદા માં ૩૨૦૦ એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી છે.૯ લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરીને ૯.૨૫ લાખક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામા આવશે એમ જણાવ્યું હતું.તેમજ ૨૦૨૭ માં આ નર્મદા સુગર ફેક્ટરી ગુજરાત માં પ્રથમ ક્રમે હશે અને આગામી ૨૦૩૦ માં આ સુગર ફેકટરી ભારતમાં પ્રથમ ક્રમે હશે.જયારે એમડી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ દર વર્ષની જેમ સમયસર શેરડીની કાપણી શરૂ કરાશે તેમજ દરેક ખેડૂતને સમયસર પેમેન્ટ પણ કરાશે.
નર્મદા સુગર ધારીખેડામા ૯ લાખ મેટ્રિક ટન શેરડીના લક્ષ્યાંક સાથે શેરડીનું પીલાણ શરૂ
- ૨૦૨૭ માં આ સુગર ફેક્ટરી ગુજરાતમાં પ્રથમ અને ૨૦૩૦ નર્મદા સુગર ફેકટરી ભારતમાં પ્રથમ ક્રમે હશે : ચેરમેન ઘનશ્યામ પટેલ