google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, November 8, 2024
HomeGujaratડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આદિવાસીઓની કુળદેવી યાહ મોગી પાંડોરી માતાના  શરણે

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આદિવાસીઓની કુળદેવી યાહ મોગી પાંડોરી માતાના  શરણે

- આરતી,પૂજાદર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ ચૈતર વસાવાને ૨૦૨૪ની લોકસભા જીતાડવાનો કરાયો સંકલ્પ - આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા આપ સહીત સમર્થકો માતાજીને શરણે - ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન,અંગત મદદનીશ જીતેન્દ્ર અને ખેડૂત મિત્ર રમેશ હજી પણ જેલમાં - ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ફરાર ધારાસભ્ય ભૂગર્ભમાં - તમામ કાનૂની પ્રયાસોમાં ચૈતર વસાવા નિષ્ફ્ળ જતાં આપના સમર્થકોએ પાંડોરી માતા સમક્ષ ચૈતર વસાવા ને બહાર લાવવા પ્રાર્થના પૂજા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે.જયારે બધાજ રસ્તા બંધ થાય ત્યારે છેલ્લો આશરો ઈશ્વરનુ શરણું જ બાકી રહે છે.આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવાના તમામ પ્રયાસો કરવા છતાં તેમાં નિષ્ફ્ળતા મળતાં આપના કાર્યકર્તાઓ,સમર્થકોને હવે આદિવાસીઓની કુળદેવી યાહ મોંગી પાંડોરી માતા ને શરણે ગયા છે.સમર્થકોએ માતાજીને નારિયેળ, ચૂંદડી હાર અર્પણ કરી આરતી પૂજા કરીચૈતર વસાવાને ૨૦૨૪ ની લોકસભા જીતાડવાનો કરાયો સંકલ્પ કર્યો હતો.જયારે બધાં રસ્તા બંધ થાય ત્યારે ઈશ્વરને શરણે જવા સિવાય બીજો કોઈ આરો બચતો નથી.ત્યારે  પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે. કહેવાય છે કે પાંડોરી માતા સૌની બાધા આખડી મનોકામના પૂર્ણ કરે છે.જે અનુસંધાને દેવમોગરા ખાતે આવેલા  આપના સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં દેવમોગરા ના પાંડોરી માતાના દર્શને પહોંચ્યા હતા.માતાજીના દર્શન પૂજા અર્ચન કરી ચૈતર વસાવા અને તેમની પત્ની સહ આરોપીઓ બહાર આવે એવી પ્રાર્થના કરી હતી અને ચૈતર વસાવાને સરકાર ગમે એટલા પરેશાન કરશે તો પણ ૨૦૨૪ ની લોકસભા જીતાડવાનો  સંકલ્પકરી કાર્યકરોને કામે લાગી જ્વા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન હાઈકોર્ટે પણ ફગાવી દેતા ચૈતર વસાવાની મુશ્કેલી વધી જવા પામી છે.દિવાળી પહેલાના વનકર્મીઓ પર હુમલાના કેસમાં પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં રહેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટ માંથી પણ રાહત મળી નથી. આપ ના ધારાસભ્ય ચૈતરવસાવા સામેના વનકર્મીઓ ૫૨ હુમલા અને હવામાં ફાયરિંગ કેસમાં હાઈકોર્ટે પણ આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી હતી.એક તરફ લોકસભા ૨૦૨૪ની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ચૈતર વસાવા સમક્ષ બે જ વિકલ્પ બચ્યા છે.હવે તેઓ આગોતરા મેળવવા માટે સુપ્રીમમાં જાય અથવા અથવા પોલીસ સમક્ષ સરેન્ડર કરી રેગ્યુલર જામીન માટે ફરી સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે અથવા ઈશ્વરને શરણે જાય.ચૈતર વસાવા હજી પણ ભૂગર્ભમાં છે.તેમના પત્ની શકુંતલા વસાવા હજી પણ જેલમાં છે.ત્યારે તેમને જેલમાંથી બહાર કાઢવા કુળદેવી પાંડોરી માતાને શરણે ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!