google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરથી આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાયો

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરથી આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાયો

- ગુમાનદેવ મંદિરે દર્શન કરી ચૈતર વસાવા,ગોપાલ ઈટાલીયાએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી જાહેર થતાં પહેલાં જ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.આમ આદમી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભાના ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ આજરોજ તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતેથી કર્યું છે.જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.દાદાના દર્શન કરી તેઓએ તેમની યાત્રાનો પરંપ કરાવ્યો હતો આ પ્રસંગે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની લડાઈમાં ભગવાન અમને શક્તિ આપે અને તાનાશાહી સામે લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.ચૈતરભાઈ ભરૂચ લોકસભાના હીરો છે, ગુજરાત અને ભરૂચ એક દમદાર નેતા અને એક દમદાર પાર્ટી રહ્યા હતા આદિવાસી સમાજે મનસુખ વસાવાને ૩૦ વર્ષ સુધી મત આપ્યા છે.ત્યારે મનસુખ વસાવાએ કામોનું લિસ્ટ લઈને સમાજની સામે જવું જોઈએ.

આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી આ ભાજપ સરકાર ચાલી રહી છે તેની સામે આ અમારી સ્વાભિમાન યાત્રા છે,યુવાનો પાસે નોકરી નથી, સરકાર દ્ધારા ખેડૂતો ની જમીન છીનવાઈ રહી છે, પુર ગ્રસ્તોને પુરતુ નુકસાન નુ વળતર મળ્યું નથી ત્યારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ, લોકસભા આમે ચોક્કસ જીતવાના છીએ ત્યારે લોકોની વચ્ચે રહીશુ લોકોને ન્યાય અપાવીશુ અને ગરીબ આદિવાસી માઈનોરીટી મહીલાઓ નો અવાજ અમે સંસદ સુધી લઈ જઈશુ, ઈન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભાની બેઠક અમને મળશે અને ચોક્કસ અમે ગઠબંધનના અને કોંગ્રેસના આગેવાનો નેતાઓ સાથે ખભે ખભા મિલાવી આગામી લોકસભાની ચૂંટણી લડીશું તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!