ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા માટે નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિર, પોઇચા ખાતે મંદિર દશાબ્દી મહોત્સવમાં પધાર્યા હતા અને નિલકંઠ પ્રવેશદ્રારનું ઉદઘાટન કર્યું હતું.એ ઉપરાંત તેમણે નર્મદા કિનારે તૈયાર થનાર નિલકંઠઘાટનું ખાત મુહૂર્ત પણ કર્યું હતું.રાજ્યપાલે નર્મદા જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને જીરો બજેટ ખેતી તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો,જમીનની ગુણવત્તામાં સુધારો, ઉત્પાદનમાં વધારો થાય તેવા ઉમદા આશય સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે,જંતુનાશક દવા મુક્ત ખેતી થકી ખેડૂતના ખર્ચમાં ઘટાડો થાય તેમજ ખેડૂતનું આર્થિક ઉપાર્જન વધે તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટેના સુદ્રઢ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.જેમાં પરમપૂજ્ય ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામિ અને પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી અને સ્વામિનારાયણના સાધુ – સંતો તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
પોઈચા ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમ – મંદિર દશાબ્દી મહોત્સવ”- નીલકંઠ પ્રવેશદ્રાર ઉદ્દઘાટન અને ઘાટનું ખાતમુહૂર્ત
પોઈચા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું
SourceJyoti Jagtap, Rajpipala