(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બી.એ.પી.એસ મંદિર મહોત્સવ ઉજવણી પ્રસંગે સ્વામિનારાયણ નગર પ્રદર્શનના અંતિમ દિવસે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પ્રદર્શનમાં સી ઓફ સુવર્ણમાં કેકડીનું પાત્ર ભજવનાર સ્વરા પટેલે મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી.
જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 20 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરી સ્વામિનારાયણ નગરનો ભવ્ય પ્રારંભ કરી ભક્તો માટે ખુલ્લુ મુકાયું હતું. જેમાં બાળ નગરી,બુઝો,સીઓફ સુવર્ણા, સ્વચ્છતા,વ્યસન મુક્તિ સહિતના વિડીયો દર્શન પ્રદર્શન તથા અયોધ્યા રામ મંદિર,કેદારધામ,અમેરિકા અક્ષરધામ મંદિર પ્રતિકૃતિ સહિત જીવન ઉત્કર્ષ પ્રદર્શનો નિહાળવા માનવ મેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.પ્રદર્શનના અંતિમ દિવસે સી ઓફ સુવર્ણામાં કેકડીનું પાત્ર ભજવનાર સ્વરા જૈમીન પટેલ જેઓ હાલ રહે.સુરત જે ધોરણ ૬ માં ગાંધીનગર બીએપીએસ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. તે પોતાના નાના કમલેશભાઈ પટેલ સાથે જંબુસર પ્રદર્શનનો લાભ લેવા પધાર્યા હતા.પ્રદર્શન નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી જંબુસર મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સી ઓફ સુવર્ણા એક માસમાં 500 જેટલા શો કર્યા હતા. આ કથા વાર્તામાં તમે દિલથી ભગવાનને કરેલી પ્રાર્થના અને પુરુષાર્થ કરો તો સફળતા મળે છે.તેમ કહી સુવર્ણ પરીની વાત કરી હતી.બાપા પણ આ વસ્તુ શીખવાડવા માંગે છે,દરેક વ્યક્તિએ સફળતા મેળવવા પ્રાર્થના અને પુરુષાર્થ કરવો જોઈએ તો ચોક્કસ નિર્ધારિત સફળતા મળી શકે છે.બાપાની શતાબ્દીમાં સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ પોતાની જાતને ભાગ્યશાળી માને છે અને આગામી સમયમાં પણ જો મહંત સ્વામી મહારાજના સેવા કાર્યમાં સેવા કરવાનો મોકો મળશે તો સેવા કરવા માટે તત્પરતા દાખવી હતી.