google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratછોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને NDRF ની ટીમે સાત પશુપાલકોને નવજીવન આપ્યુ

છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને NDRF ની ટીમે સાત પશુપાલકોને નવજીવન આપ્યુ

- મોકડ્રીલનું સફળ આયોજન : ગોંદરીયા તળાવ ખાતે ફસાયેલા સાત પશુપાલકોને સુરક્ષિત કરાયા

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ભારે વરસાદ થતા સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમના યુવરાજભાઈ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું. ફાયર બ્રિગેડની ટીમે ૩ પશુપાલકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષીત બહાર કાઢયા હતા.પરિસ્થિતી વધુ ગંભીર બનતા તેઓએ NDRF મદદ માટે જાણ કરવા જણાવ્યું હતું. કલેક્ટર હસ્તકના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લેતા પશુપાલકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે એન ડી આર એફની મદદ માંગી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) વડોદરાની ટીમ તે કવાંટ ખાતે હાજર હતી.સાગર કુલ્હરી નેતૃત્વમાં ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા સાત પશુપાલકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા.આ તમામ સાત પશુપાલકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગોંદરીયા તળાવમાં પાણીનો પ્રવાહ વધવાથી ફસાયેલા સાત લોકોને રેસ્ક્યુ ટીમે નવજીવન આપ્યુ હતુ.

 આ સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા નિવાસી અધિક કલેક્ટરે આ એક મોકડ્રીલ હતી તેમ જણાવ્યું હતું.  મોકડ્રીલ બાદ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. જેમાં મોકડ્રીલમાં સામેલ સર્વે વિભાગોની સક્રીય અને સુઝબુઝ ભરી કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં બનતી ઘટના દરમિયાન છોટાઉદેપુર ટીમ એક્શન મોડમાં કામગીરી કરીને લોકોનો બચાવ કરીને અકસ્માત કે દુર્ઘટના ટાળે તે અંગે ગોકલાણીએ જણાવ્યું હતું. એનડીઆરએફની ટીમે સ્થાનિક લોકોને બચાવ માટેની પ્રાથમિક સુઝબુઝ અને ઉપલબ્ધ ચીજવસ્તુઓથી કેવી રીતે લોકોને બચાવી શકાય તે અંગે માહિતી આપી હતી. આ મોક્ડ્રીલમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,પોલીસ જવાનો, ડિઝાસ્ટર મેનેજમનેટના ડીપીઓ, ૧૦૮ના કર્મચારીઓ સહિત અન્ય અધિકારીઓ-કર્મચારીશઓ હાજર રહી મોકડ્રીલને તરત જ રિસ્પોન્સ આપી સફળ બનાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!