Wednesday, February 28, 2024
spot_img
HomeGujaratઝઘડિયાના ઉમલ્લા ૧૦૮ ની ટીમે નવી તરસાલી ગામની મહિલાને એમ્બ્યુલન્સ માં સફળ...

ઝઘડિયાના ઉમલ્લા ૧૦૮ ની ટીમે નવી તરસાલી ગામની મહિલાને એમ્બ્યુલન્સ માં સફળ પ્રસુતિ કરાવી

- સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને સ્થળ પર જરૂરી સારવાર આપી માતા અને બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અવિદ્યા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાની ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની બની છે.ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા ૩૬૫ દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે.તેના ભાગરૂપે તા.૨૫ જાન્યુઆરી ૨૪ ના રોજ સવારે ઉમલ્લા ૧૦૮ ઈમરજન્સી સેવાને ભાલોદ નવી તરસાલી ગામનો પ્રસુતીના દુઃખાવાનો ઈમરજન્સી કોલ મળ્યો હત.ઉમલ્લા ૧૦૮ ઈમરજન્સી સેવાના ઈએમટી હિનાબેન અને પાયલોટ રવીન્દ્રભાઈ ગણતરીના સમયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ લઈને નવી તરસાલી ગામે હુસેની ચોક ખાતે પહોંચી ગયા હતા.ત્યાં તરસાલી ગામના બેનને પ્રસ્તુતીનો દુઃખાવો ઉપડતા તેઓને ઈએમટી હિનાબેન દ્વારા તપાસતા હોસ્પિટલ ખસેડવાની જરૂરીયાત જણાતા બેનને એમ્બ્યુલન્સમાં લઈ ઈએમટી અને પાયલોટ નવી તરસાલી ગામથી ઝઘડિયા જઈ રહ્યા હતા.તે સમયે ખડોલી ગામ નજીક સગર્ભાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા ઈએમટી હિનાબેને પાયલોટ રવીન્દ્રભાઈને કહી એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રખાવી બેનને ચેક કરતા જરૂર જણાતા તાત્કાલિક ડિલિવરી કીટ તૈયાર કરી હતી અને અમદાવાદ સ્થિત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને સ્થળ પર જરૂરી સારવાર આપી માતા અને બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અવિદ્યા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે સગર્ભાને તાત્કાલિક સારવાર મળતા‌તેમના પરિવારમા ખુશીનો માહોલ સર્જાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!