google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનર્મદા જીલ્લામાં ટીમ રૂપાનની સિઝન પૂર બહારમા  ખીલી ઉઠી : આદિવાસીઓ માટે...

નર્મદા જીલ્લામાં ટીમ રૂપાનની સિઝન પૂર બહારમા  ખીલી ઉઠી : આદિવાસીઓ માટે ટીમરું પાન પૂરક રોજગારીનું સાધન

- ચાલુ સીઝનમા ૧૦૦૦થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળશે : નર્મદાના ઝરવાણી કેન્દ્ર પર ટીમરુ પાન વેચવા આદિવાસીઓ ઉમટ્યા - ૧૦૦૦ પૂળાએ ૭૦૦ રૂપિયાનો ભાવ વધારતા આદિવાસીઓ ખુશ ખુશાલ : આદિવાસીઓ લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લામાં ટીમરૂપાનની સિઝન પૂર બહારમા  ખીલી ઉઠી છે.

વૈશાખ મહિનો આવે એટલે બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુ પાનની સીઝન શરૂ થઈ જાય છે.નર્મદામા ટીમરુ પાનના સૌથી વધુ ઝાડો આવેલા છે.આ એક એવુ વૃક્ષછે જે ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપે છે.આદિવાસીઓ માટે ટીમરુનાં પાન પૂરક રોજગારીનુ સાધન ગણાય છે.ટીમરુંનું ઝાડ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ ગણાય છે.

આમ તો એપ્રિલ મે મહિનાથી સીઝન શરૂ થઈ જાય છે અને મેં માસની સીઝન મા આદિવાસીઓ એટલું સારૂ કમાવી લે છે કે ટીમરુ પાનની આવક માંથી આદિવાસીઓ ઘર આખાનો લગ્નનો ખર્ચ  ઉકેલી નાંખે છે.આમ ટીમરુ પાન આદિવાસીઓ માટે ઉત્તમ રોજગારીનું સાધન બન્યા છે. 

આ અંગે રાજપીપલા વન વિકાસ નિગમના સબ ડિવિઝીનલ મેનેજર ડી આર ભટ્ટ માહિતી આપતા જણાવે છે કે હાલ નર્મદા જીલ્લામાં કુલ ૨૨ યુનિટ છે.જેમા ૧૦૪ જેટલા ફળ સેન્ટરો પર ટીમરુનાં પાનનું એકત્રીકરણ ચાલી રહ્યુ છે.જેમાં અભ્યારણ્ય વિસ્તારના ૬ કેન્દ્રો ડુમખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, ઝરવાણી જેમાં ૪૩ જેટલાં ફળ સેન્ટરો આવેલા છે.આ કેન્દ્રો મા પ્રવેશની મનાઈ હોવાથી નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપારીઓને આપી દેતા હતા.ચાલુ સીઝન મા અંદાજે ૯૦ લાખની આદિવાસીઓએ ચાલુ સીઝનમા રોજગારી મેળવી છે.અહીં નર્મદાના અસંખ્ય કુટુંબોને એપ્રિલ – મે મા રોજગારી મળી હોવાનું જણાવ્યું હતું.

 જયારે અન્ય ૭ કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા,રાજપીપલા, આમલેથા અને ગોરાના જન્ગલમાં વેપારીઓને હરાજી દ્વારા ટેન્ડર થી માલ વેચી દેવામાં આવે  છે.જેમા ચાલુ સીઝન મા ૭૦૦થી વધુ કુટુંબોને રોજગારી મળી છે તેનાથી   આદિવાસીઓને સારી એવી આવક થઈ છે.

નર્મદા જીલ્લો આદિવાસી  વિસ્તાર  ગણાય છે.જેમા એપ્રિલ – મે માસમા આદિવાસીઓ વહેલી સવારે જંગલ માંથી ટીમરુનાં પાન તોડીને ઘરે લાવે છે.પછી 

આખો પરિવાર આખો દીવસ ભેગા થઈને આદિવાસી પરિવાર ૫૦-૫૦ પાનની જૂડી બનાવે છે ,સાંજે ટીમરુ પાનના પોટલા માથે મૂકીને નિયત કરેલા ફળ  સેન્ટર પર વેચવા પહોચી જાય છે.ગૂજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ચાલુ સાલે ૧૦૦ સ્ટાન્ડર્ડ પુળાના૨૦૦  રૂ .ભાવ નક્કી કર્યો છે.જે તેમને સારો ભાવ મળી રહ્યો છે.આદિવાસીઓ વૈશાખની આખી સીઝનમા રોકડા કમાવીને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે ,ઉપરાંત ઘર ખર્ચ ,બાળકોના શિક્ષણનો ખર્ચ પણ કાઢી નાંખે છે .રોકડા નાણા સ્થળ પર જ ચૂકવી  દેવાતા હોવાથી આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. 

ડી આર ભટ્ટના જણાવ્યા અનુસાર નર્મદાના ટીમરુ પાન સારી ગુણવત્તા વાળા અને મોટાં પાન હોવાથી નર્મદાના ટીમરુ પાનની ભારે માંગ રહે છે.આજે પણ ટીમરુનાં પાન માથી ધમધમતો બીડી ઉધ્યોગ વિક્સયો છે.કરોડોનુ ટર્ન ઓવર કરતા બીડી ઉદ્યોગમાં નર્મદાના ટીમરુ પાનનું મોટુ યોગદાન છે.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 4194304;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 48;
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!