(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાને તેમની ગ્રામ્ય પંથકની મુલાકાત દરમિયાન લોકોના પ્રશ્નો જાણ્યા ત્યારે કેટલાક વિસ્તારોમાં ગ્રામ્ય રસ્તાઓ બિસ્માર હોવાથી તેના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી હતી.જેમાં તેમના દ્વારા રાજ્ય સરકારને ગ્રામીણ વિસ્તારોમાં ૧૭ ડામર રસ્તા બનાવવા માટે સરકારમાં જયંતિ રાઠવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.જે માટે અગાથ પ્રયત્નો કરતા માંગણીને ધ્યાને લઇ સરકાર દ્વારા ૧૭ જેટલા રસ્તા ની રૂ.૩૧.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવા તાંત્રિક મંજૂરી આપવામાં આવેલ છે.પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ જોવા મળી રહી છે.ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભૂમાસવાડા એ રોડ,પાનવડ સિહાદા રાયાછા રોડ,તલાવ બોરચાપડા નાખલ રોડ, કરજવાંટ મોટી ટોકરી બોરધા રોડ, થડગામ ઉછેલા એપ્રોચ રોડ,હાફેશ્વર એપ્રોચ રોડ, લાલપુર એપ્રોચ રોડ, જડુલી ભૂંડમારિયા રોડ, ભેખડિયા માંદવાડા સોઢવડ ઉચેડ રોડ,જામ્બા મોટવાટા ઝરોઈ એપ્રોચ રોડ,જબુગામ હરખપૂર રોડ,ભેસવાંહી એપ્રોચ રોડ, કુંકણા નાનીતેજાવાવ રોડ, મૂલધર ટીંબી રોડ, તાડકાછલા એપ્રોચ રોડ, ખેરકુવા એપ્રોચ રોડ, વાંટા વડાતલાવ રોડ સહિત રીકાર્પેટિંગ નું કામ મંજૂર કરાતા નવા રસ્તાઓનો લાભ પ્રજાને મળશે રાજ્ય સરકાર દ્વારા મહત્વના રસ્તાઓને મંજૂરી અપાતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને ધારાસભ્ય જયંતિ રાઠવાની આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.ધારાસભ્ય જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રજાની સમસ્યાને ધ્યાને લઈ સરકાર દ્વારા નવા રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી આ અંગે અમો સરકારના આભારી છીએ.