google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeStoriesભરૂચના ફુરજા બંદરે આવેલા મંદિરમાં હજુ પણ નાળિયેરના રેસા અને માટીના મિશ્રણ...

ભરૂચના ફુરજા બંદરે આવેલા મંદિરમાં હજુ પણ નાળિયેરના રેસા અને માટીના મિશ્રણ માંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ જોવા મળે છે

ભરૂચ,
ગુજરાતમાં પ્રથમ રથયાત્રા ફુરજા બંદરેથી ૨૫૦ વર્ષ પહેલાં નીકળી હતી.એવું પણ કહેવાય છે કે ભરૂચના ખલાસીઓએ જ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે ત્રણ રથ બનાવી આપ્યા હતા.ભરૂચ શહેરમાં દર વર્ષે જાદવ સમાજ દ્વારા નીકળતી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં ૭મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની નગરયાત્રાને નિકળનાર છે જેના પગલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે.
ભરૂચના ફુરજા બંદર પર વર્ષો પહેલા વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો.અહિંયા દેશ-વિદેશના મોટા મોટા વહાણ લંગારાતા હતા. ફુરજાના બંદરે ભોઈ લોકો વહાણોના સમાન ઉતારવા અને ચઢાવાનું કામ કરતા હતા.ફુરજા બંદર નજીક જગન્નાથજીનું મંદિર છે.ત્યાં ભોજન બાદ આ લોકો આરામ કરતા હતા. આ સમયે ઓરિસ્સાથી આવેલા જહાજોના મજૂરો પણ સાથે વિશ્રામ કરતા હતા.આ બંને પ્રાંતના શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર બનાવવામાં આવે જ્યાં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગવાથી રોજગાર સારો મળશે તેવી શ્રદ્ધા હતી.જેથી તેમણે ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું.આ અહીં ફુરજા વિસ્તારની માટી ઉપયોગમાં લેવામાં આવી હતી.ભરૂચનું બંદર નારિયેળના વેપાર માટે જાણીતું હતું.અહી નાળિયેરનો વેપાર થતો હોવાથી નાળિયેરના રેસા અને માટીના મિશ્રણ માંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી હતી.ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ કરાયું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.અહીના મદિરનું છેલ્લા સાતથી આઠ વર્ષ પહેલા જ નવનિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું અને આજે પણ આઅ મંદિરમાં નાળિયેરના રેસા અને માટીના મિશ્રણ માંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવેલી ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા જોવા મળે છે.
અમદાવાદમાં ૧૮૭૮ માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ ૧૪૪ વર્ષ પહેલા નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડા માંથી 3 સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજીને ભેટ ધર્યા હતા.ભરૂચનાં ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!