google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratશહેરાવ પાસે નર્મદા નદીમાં બનેલો હંગામી બ્રિજ લોકો માટે ખુલ્લો મકાયો

શહેરાવ પાસે નર્મદા નદીમાં બનેલો હંગામી બ્રિજ લોકો માટે ખુલ્લો મકાયો

- પરિક્રમાવાસીઓ માટે ના આ હંગામી પુલ ને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે ખુલ્લો મૂક્યો : પરિક્રમાવાસીઓ હવે પગપાળા પણ નદી પાર કરી શકશે

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા ઉતરવાહીની પરિક્રમા માર્ગ પર શહેરાવ અને તિલકવાડા ખાતે નર્મદા નદી ઓળંગવા માટે હંગામી પુલ બનીને તૈયાર થયો છે .પરિક્રમાવાસીઓ માટે ના આ હંગામી પુલને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે ખુલ્લોમૂક્યોહતો .હવે આ પુલ બનવાથી પરિક્રમા કરતા શ્રદ્ધાળુ ને કોઈપણ સમસ્યા નો સામનો નહિ કરવો પડે.
નર્મદાની પંચકોશી પરિક્રમા દરમ્યાન શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદીમાં બનાવવામાં આવેલો હંગામી બિજ પરિક્રમાવાસીઓની અવરજવર માટે યોગ્ય હોવાના માર્ગ અને મકાન વિભાગના સર્ટિફીકેટ બાદ મંગળવારે સાંજથી તેને ખુલ્લો મુકી દેવાયો છે.નવો બ્રિજ ખુલ્લો મુકાયા બાદ પરિક્રમાવાસીઓ બોટની સાથે સાથે પગપાળા પણ નદીપાર કરી શકશે અને તેમનેબોટમાં બેસવા માટેની લાઈનમાંઉભા રહેવામાંથી મુકિત મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરાવથી તિલકવાડા વચ્ચે હંગામી પુલ બનાવવા માટે સરકારે સર્વે કરાવ્યું હતું પણ પુલનહિ બનાવી આપતાં સ્થાનિકોએ ફાળો ઉઘરાવીને 15થી 18 લાખના ખર્ચે 200 મીટર લાંબો અને 8 ફૂટ પહોળો બ્રિજ બનાવ્યો છે.10 દિવસના સખત પરિશ્રમ બાદ બ્રિજ તૈયાર થયો છે.જેમાં 1 મીટરના 80 ભૂંગળાદબાવી 200 થી વધુ રેતી ભરેલીગુણો તેમજ માટી મેટલનું પુરાણ કરી આખરે નર્મદા સેતુ તૈયાર થયો હતો.મંગળવારે એસપી પ્રશાંત સુંબે તથા ડીઆરડીએના નિયામક જે.કે.જાદવ સહિતના અધિકારીઓએ પુલની મુલાકાત પણ લીધી હતી.માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ પુલ લોકોના પસાર થવા માટે યોગ્ય હોવાનું સર્ટિફિકેટ આપતામંગળવારે સાંજથી તેને લોકો માટે ખુલ્લો મુકી દેવાયો છે.
શહેરાવથી તિલકવાડા નવાડીઓમાં નદી પસાર કરવાનું થતું અને બીજા પડાવ પર કીડીમકોડી ધાટપાર નર્મદા નદી ક્રોસ કરવાની થતી આમ બંને બાજુ નવાડીનું ભાડું ચૂકવવાનું થતું હવે એક બાજુના જ ચૂકવવાના રહેશે.બીજી બાજુનદીઓનો ફ્લો વધી જતા પરિક્રમાવાસીઓ સરળતાથી એક બાજુથી બીજી બાજુઅવરજવર કરી શકાશે.પુલના બંને છેડાઓ તથા ઉપરના ભાગે બંદોબસ્ત રહેશે.શહેરાવ પાસે નદીના સામે કિનારે જવા માટે લોકોને બોટમાં બેસવાનો વારો આવે તેની રાહ જોવી પડતી હતી હવે બ્રિજથી પગપાળા નદી પાર કરી શકાશે. બ્રિજ પર લોકોનો ધસારો ન વધી જાય તે માટે પુલના બંને છેડા તથા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.લોકોની સલામતી માટે ડબલ બેરીકેટિંગ કરવામાં આવ્યું છે.હંગામી પુલ પર લાઇટોની સંખ્યા વધારવામાં આવી છે તથા બંનેછેડા પર બેરીકેટ મુકાયા છે જેથી કોઈ નદીમાં ન પડી જાય છે.પુલની બંને તરફ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવશે.જેથી કોઈ નદીમાં પડી જાય તો પણ તેને તરત જ બચાવી શકાય.જોકે વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે તંત્ર અને સેવાભાવી સહયોગીઓ દ્વારા સુંદર વ્યવસ્થા થઈ છે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!