google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના ૧૦મા પાટોત્સવની ઉજવણી કરાઈ

ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના ૧૦મા પાટોત્સવની ઉજવણી કરાઈ

- નવચંડીયજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદીનો લ્હાવો લીધો

ભરૂચ,

ભરૂચના હાથિખાના બજાર સ્થિત આવેલ બહાદુર બુરજમાં ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના ૧૦ મા પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરી ઉજવણી કરવામાં આવતો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

મુંબઈના મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી ભરૂચીમાતા છે.આજરોજ જેઠ સુદ છઠ્ઠને તારીખ ૧૨ જૂનના રોજ ભરૂચના હાથિખાના બજાર સ્થિત આવેલ બહાદુર બુરજમાં ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના ૧૦ મા પાટોત્સવની ભરૂચી માતા યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવા સાથે મહાપ્રસાદી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!