google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratત્રીજો મેન ઓફ સ્ટીલ મી.ભરૂચ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન અંકલેશ્વર ખાતે યોજાયો

ત્રીજો મેન ઓફ સ્ટીલ મી.ભરૂચ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન અંકલેશ્વર ખાતે યોજાયો

- સતત બીજા વર્ષે પણ માસ્ટરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરતા ઈરફાન મલેક - આવનાર દિવસમાં મીસ્ટર ગુજરાત કોમ્પીટીશન આવતા તૈયારીઓમાં લાગ્યા

અંકલેશ્વર,

બોડી બિલ્ડીંંગ એન્ડ બેસ્ટ ફીઝીકસ એસોસીએશન ભરૂચ દ્ધારા સતત ત્રીજા વર્ષે પણ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી, મોદી નગર, હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ જીમના ટે્રનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડીંરને આ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો.

આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર મેન્સ બોડી બિલ્ડીંગ, મેન્સ ફિઝીકસ, મેન્સ કલાસીક બોડી બિલ્ડીંગ અને માસ્ટર બોડી બિલ્ડીંગ, દિવ્યાંગ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ–ર૦ર૩–ર૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંકે રેમ્બો જીમના ઈરફાન મલેક હાંસલ કરેલ હતો. આ સાથે સાથે રેમ્બો જીમના  કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક, અમાન મલેકે ચોથો ક્રમાંક અને પીયુષ સોલંકીએ પાંચમો ક્રમાંક હાંસલ કરેલ હતો. આ સાથે જ રેમ્બો જીમે પોતાના ચાર બોડી બિલ્ડીંરને આ કોમ્પીટીશનમાં ઉતારેલ હતા. જેમાં તમામે તમામ પોતાનું બેસ્ટ આપી ૧ થી પ માં નંબર લાવેલ હતા.જયારે ભરૂચની મારૂતી જીમના ટ્રેનર અક્ષય કહાર ભરૂચ જિલ્લામાં ચેમ્પીયન ઓફ ચેમ્પીયનનો ખિતાબ હાંસલ કરેલ છે.જો કે આ સાથે જ ઈરફાન મલેક સાથે વાત થતાં તેઓએ જણાવેલ હતું કે આવનાર દિવસમાં મીસ્ટર ગુજરાત આવનાર હોય જેથી આજથી જ તેઓ અને તેઓની ટીમ મીસ્ટર ગુજરાતની તૈયારમાં લાગી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!