ભરૂચ,
થર્મોમીટરનો પારો ગગડવા સાથે વાતાવરણમાં ધુમ્સ ભર્યું વાતાવરણ છવાયું હતું.બુધવારની વહેલી સવારે ભરૂચ – અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્સ નજરે પડ્યું હતું.જેના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડયો હતો.જેથી વાહનોની ગતિ ધીમી પડી હતી.
રાજ્યભરમાં અચાનક હવામાનમાં આવેલા પલટાના કારણે બુધવારની વહેલી સવારે ચારે તરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યુ હતુ.ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.વાતાવરણ સાવ ધૂંધળું બની જતા મોડે સુધી વાહન ચાલકોને રસ્તા પર લાઈટો ચાલુ રાખીને નીકળવુ પડયું હતુ.ગાઢ ધુમ્મસના કારણે વાતાવરણ તો આહલાદક બન્યુ હતુ.તો બીજી તરફ ધુમ્મસના કારણે ઠંડુગાર વાતાવરણ બની જતા લોકોએ ખુશનુમા વાતાવરણની મજા માણી હતી.સવારના સમયે નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી હતી.૧૦ ફૂટથી આગળ કંઈ જ દેખાતુ ન હોવાના કારણે વાહનોની લાઈટો ચાલુ રાખીને નીકળવુ પડયું હતુ.જોકે મોર્નિંગ વોક માટે નીકળનારા વર્ગે ફુલગુલાબી વાતાવરણની લુફત ઉઠાવી હતી.તો ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ અતિવ્યસ્ત માર્ગ છે જ્યાં વિઝિબ્લિટીમાં ઘટાડો થતાં અકસ્માતનો ભય ઉભો થયો હતો.હાઈવે પર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડયા હતા.જોકે બપોર સુધી ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા ઠંડક પ્રસરતા લોકોએ સ્વેટર અને જેકેટનો સહારો લીધો હતો.
પારો ગગડતાં ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ
- વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો - બપોર સુધી ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા ઠંડક પ્રસરતા લોકોએ સ્વેટર અને જેકેટ નો સહારો લીધો