google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratઆવતીકાલ થી ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં...

આવતીકાલ થી ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશે

- આ યાત્રાનું કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે - ૬૫૦૦ કિ.મી. ની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યો માંથી પસાર થશ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશે જે યાત્રા દાહોદ જિલ્લામાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશશે. જેમાં નર્મદા જિલ્લામાં કેવડિયા, રાજપીપલા ખાતેથી યાત્રા પસાર થશે જેમાં રાહુલ ગાંધી પણ જોડાશે એમ આજે રાજપીપલા ખાતે મળેલ પત્રકાર પરિષદમાં નર્મદા જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલેમાહિતી આપતાં જણાવ્યું હતું.
દેશના સામાન્ય-મધ્યમવર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગેવધુમાં જણાવ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રા ૬૨૦૦ કિલોમીટર લાંબી યાત્રા ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યો માંથી પસાર થશે.ભારત જોડો ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરી એ પ્રારંભ થઈ અને મુંબઈ માં ૨૦ માર્ચ ના રોજ પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા મણિપુર થી પ્રારંભ થઈ નાગાલેન્ડ,અસમ,મેઘાલય,પશ્ચિમ બંગાળ,બિહાર,ઝારખંડ, ઉડીસા,છત્તીસગઢ,ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ,રાજસ્થાન,ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે. દેશ માં વધી રહેલ આર્થિકઅસમાનતા,સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ની શરૂઆતકરવા માં આવશે.ભારત ના લોકો ને આર્થિક,સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા ‘ નું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત ૧૪મી જાન્યુઆરી મણિપુર થી થશે.
કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વ ના કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ ના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારી થી કાશ્મીર સુધી ૪૫૦૦ કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવા માં આવી હતી. સમગ્ર દેશ માં નફરત ના વાતાવરણ ને દુર કરી પ્રેમ અને ભાઈચારા નો સંદેશો લઈ રાહુલ ગાંધીએ યાત્રા નું નેતૃત્વ કર્યું હતું.ભારત જોડો યાત્રામાં બાળપણ ની ઈજા હોવા છતાં વેદના સહન કરી ને દેશ માં જાત પાત ધર્મ ભાષા થી ફેલાતી નફરત ને દુર કરી પ્રેમ નો સંદેશો લઈ ને નીકળ્યા હતા.ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરના સમાપન પછી પણ ભારત જોડો યાત્રા ના સંકલ્પ ને આગળ વધારતા દેશ ના અલગ અલગ વર્ગ ના લોકો જોડેતેમની પીડા અને સંઘર્ષ માં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો હતો.ટ્રક ડ્રાઈવર,કુલી, મજદુરો,ગેરેજમાં મિકેનિક જેવાવર્ગ જોડે સંવાદ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!