google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeCrimeભરૂચ ક્રાઈમ બ્રાન્ચે શુકલતીર્થના ભીલવાડાથી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે શુકલતીર્થના ભીલવાડાથી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું

- પોલીસે ૬,૭૦,૯૨૦ નો વિદેશી દારૂ તેમજ ૪ વાહનો મળી ૩૬.૭૦ લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ, ભરૂચ પોલીસ અને તેમના સાથી મિત્રો દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સાથે જ જીલ્લામાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની અસામજીક પ્રવૃત્તિ સદંતર બંધ રહે તેવ હેતુસરથી એક નવું અભિયાન શરુ કર્યું છે.આ અભિયાન હેઠળ તેઓએ જીલ્લાનાં લીસ્ટેડ બુટલેગરોની તપાસ કરવી, ભૂતકાળમાં જ્યાં સફળ રેઈડ થઈ હોય તેવા સ્થળોનું ચેકિંગ કરવી જેવી પ્રવુતિઓ હાથધરી સાથે જ જીલ્લામાં નેશનલ તથા સ્ટેટ હાઈવે પસાર થતા હોવાથી વિદેશી દારૂની વાહતુક થવાની શકયતાઓને ધ્યાને લઈ હાઈ વે ઉપર પેટ્રોલીંગ કરવાની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી હાથધરી છે.એટલું જ નહિ ત્યાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરે આ તમામ સુચનાઓ અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી છે.જે પ્રોહિબિશનના જે પણ કેસો છે તેની તપાસ કરવાના સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા.આ દરમ્યાન એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ તથા પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલીંગની કામગીરી કરી રહ્યા હતા.આ દરમ્યાન બાતમીને આધારે પોલીસે પ્રોહિબિશન બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ તથા દિવ્યેશકુમાર હરેશભાઈ કાલરીયા જે વિદેશી દારૂનાં ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા છે એટલું જ નહિ આ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કામને તેમના જ એક સાથીદાર એ મદદ કરી ગેરકાયદેસર દારૂને એક ખેતરમાં સંતાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જયારે કોઈ ડીલર મળે ત્યારે અલ્પેશ આ વિદેશી દારૂના ફેરા મારી તેને બીજા બુટલેગર પાસે પહોચાડવાનું કામ કરતો હતો.આ ઉપરાંત જયારે પોલીસને આ અંગે બાતમી મળી ત્યારે તેમને ત્યાં જઈ ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જ્યાં તેમને ખેતરમાં રેડ પાડતા આઈસરમા કેમિકલના કેરબાની વચ્ચે તથા બીજી ગાડીઓની અંદર સંતાડેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં બોક્ષ મળી આવ્યા હતા.આ સાથે જ પોલીસે વધુ તપાસ હાથધરી ત્યારે કુલ ૧૪૫ બોક્ષ માંથી ૪,૮૨૪ બોટલો જપ્ત કરી હતી.જેની કિંમત ૬,૭૦,૯૨૦ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.સાથે જ ચાર વાહનો મળી કુલ ૩૬,૭૦,૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!