google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડિયા તાલુકાના અશા-માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઉન્ડીંગ ધસડી પડ્યું

ઝઘડિયા તાલુકાના અશા-માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઉન્ડીંગ ધસડી પડ્યું

- વડીયા પેલેસ પાસે વગર વરસાદે જ નાળાની બાજુ માંથી રોડ ધોવાઈ ગયો - ગુજરાત સરકારના ઈજારાદારોની બેદરકારીનો વધુ એક નમૂનો બહાર આવ્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કંઈક વિકાસના કામો થયા છે એ વિકાસના કામો માં મોટાપાયે બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે,ગુમાનદેવ બ્રિજમાં ગાબડું,દઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારી ના ઉત્તમ ઉદાહરણ છે,આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડના કામ ની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે, ઝઘડિયા તાલુકામાં અશા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેના જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે,આ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી આજરોજ સામે આવી છે,તાલુકાના વડીયા મંદિર થી અશા માલસર બ્રિજ પર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરી ના પગલે વગર વરસાદે જ ઢસડી પડયો છે.જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે અને સાથે આવેલા નાળાનુ બાઉન્ડિગ હટી ગયુ છે,૨૩૩ કરોડ ના ખર્ચે અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું.પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે,વડીયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.આ માર્ગ ઉપર વડીયા મંદિર પાસે મોટો ખાડો પડતા અવર જવર કરતા વાહન ચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.સ્થાનિક લોકોની‌ તથા‌ વાહનચાલકોની માંગ છે કે આ કામ કરનાર ઈજારદારના કાન મરોડી તેની પાસે આ માર્ગ અને ઢસડી પડેલ રોડનું કામ તાકીદે કરાવવામાં આવે, માર્ગ અને મકાન વિભાગ ના માનીતા ઇજારાદાર દ્વારા કરવામાં આવેલા કામો વર્ષોની ગેરંટી તો ઠીક દિવસોની ગેરંટીમાં પણ ચાલતા નથી, ત્યારે આવી ખરાબ કામગીરી ના પગલે વાહન ચાલકો તેમજ સ્થાનિકોની જીવનની ગેરંટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!