ભરૂચ,
અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવું મુશ્કેલ બન્યું હતું, જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.તો બીજી ધૂમમ્સથી માર્ગ ભીના થતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી અને અકસ્માતનો ભોગ બન્યા હતા.
અંકલેશ્વરમાં શુક્રવારની વહેલી સવારે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.સમગ્ર શહેરમાં વહેલી સવારથી ગાઢ ઘુમ્મસની યાદર પથરાયેલી જોવા મળી હતી.જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધ્યો હતો. શહેરમાં સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વિજીબીલીટી ઘટતા વાહન ચાલકોએ દિવસે હેડ લાઈટ ચાલુ રાખીને પસાર થઈ રહ્યાં હતા.વહેલી સવારે શહેરીજનોએ ધુમ્મસની મઝા માણી શહેર અને નેશનલ હાઈવે નંબર ૪૮ પર દુર દુર સુધી ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને વાહન ચલાવવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી.આ વિસ્તાર ઔધોગિક વસાહતોના કારણે વ્યસ્ત હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.જ્યારે અમુક શહેરીજનોએ ગુલાબી ઠંડી અને ધુમ્મસની મઝા માણી હતી. જોકે ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો.તો બીજી તરફ ભરૂચ – અંકલેશ્વરના માર્ગો ભીના થયા ટુ વ્હીલર વાહન ચાલકોના વાહનો સ્લીપ થતા ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા.