google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratવિલાયત ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર વીજપોલ ધરાશય થતા સદ્દનસીબે મોટી દુર્ઘટના...

વિલાયત ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર વીજપોલ ધરાશય થતા સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,

ભરૂચ શહેર અને જીલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ઠેરઠેર પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે.તો ઠેર ઠેર દિવાલ અને વીજપોલ ધરાશાયના બનાવો પણ સામે આવ્યા છે.

ત્યારે વાગરા તાલુકામાં વિલાયત ચોકડી નજીક વિલાયત જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર વીજપોલ ધરાશાય થતાં અફરાતફરી મચી ગઈ હતી. ચોમાસાની એક તરફ શરૂઆત થઈ છે ત્યારે વૃક્ષો અને વીજપોલ ઢળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. વિલાયત ચોકડી નજીક ચોમાસા દરમ્યાન એક વીજ થાંભલો મુખ્ય માર્ગ પર ઘસી પડ્યો હતા.જેના કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા રસ્તા વચ્ચે જ વિજપોલ ધરાશાય થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સદ્દનસીબે કોઈ જાનહાનિ સર્જાય ન હતી.બનાવ અંગે વીજ વિભાગને જન થતા તાત્કાલિક સ્થળે ઉપર પહોંચી સમારકામ શરૂ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!