google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનાંદોદ તાલુકાના અકકુવાડા ગામની પતરા વાળી જર્જરિત પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ગળે...

નાંદોદ તાલુકાના અકકુવાડા ગામની પતરા વાળી જર્જરિત પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ગળે છે!

- શું આવી રીતે ભણશે ગુજરાત? : નર્મદા જીલ્લાની ૧૦૦ થી વધુ શાળાઓ જર્જરિત હાલતમાં છે!

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જીલ્લામાં હમણાં જ ત્રિદિવસય શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાઈ ગયો છે.નર્મદા જીલ્લાની વાત કરીએ તો અહીંની વાસ્તવિકતા કાંઈ અલગ છે નર્મદા જીલ્લાની આજે પણ ૧૦૦ થી વધુ શાળા જર્જરિત છે.એમાંની એક શાળા છે નાંદોદ તાલુકાના અકકુવાડા ગામમાં જ્યાં પ્રાથમિક શાળા જેમાં વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો ભણાવી પણ રહ્યા છે.જોકે આ માસુમ વિધાર્થીઓ આટલી ગરમીમાં પણબહાર ઓટલા ઉપર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.કારણ એટલુંજ છેકે શાળા તો છે પરંતુ શાળા જર્જરિત હોવાને કારણે આજે ૩ વર્ષ થી વિધાર્થીઓ ઓટલા પર બેસી ભણવા માટે મજબૂર બન્યા છે લમઆજે ગ્રામજનો પણ અનેક વાર સરકારને રજુઆત કરી પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી!

જોકે આ શાળા જર્જરિત છે જેની અરજી પ્રાથમિક જીલ્લા અધિકારીએ ગાંધીનગર રજુઆત કરી છે. અને આ શાળા નવી બનાવવા માટેની મંજૂરી પણ માંગી છે.પરંતુ હજુ સુધી આ નવી શાળા બનાવવા માટેનો પરિપત્ર આવ્યો નથી.ત્યારે આ બાબતે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ જીલ્લાની અનેક શાળાઓ જર્જરિત અને શિક્ષકો નથી માટે નો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખી રજુઆત કરી છે.પરંતુ આજ દિન સુધી એનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે હાલ જે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે એ જોતા સાચા અર્થમાં તાયફા સમાન જ પુરવાર થઈ રહી છે.પ્રાથમિક શિક્ષણ એ અતિ મહત્વનું પાયાનું જ શિક્ષણ ગણાય છે.પરંતુ શિક્ષણના પાયામાં સુવિધાઓ નો અભાવ હોય,તંત્ર નિષ્ક્રિય હોય ત્યારે એમની પાસે સારી શાળાઓની સુવિધાઓ અપેક્ષા જ કેવી રીતે રાખી શકાય?તો આવી શાળા માટે સરકાર સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવે એવી આશા ગ્રામજનો પણ રાખી રહ્યા છે.ત્યારે શું નર્મદા ના આદિવાસી બાળકોને માથે છત નહિ હોય તો શું આવી રીતે ભણશે ગુજરાત?અને આવી રીતે આગળ આવશે ગુજરાત?.આ પ્રશ્ન નર્મદાના વાલી વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ અકકુવાડા શાળાના શિક્ષિકા બકુલાબેન વસાવા જણાવે છેકે અમારી શાળા ૪ વર્ષથી જર્જરિત હોવાથી બાળકોને બહાર ભણાવીએ છીએ.નવી શાળા મન્જુર થઈ છે.જયારે નવી બનશે ત્યારે એમાં જઈશું.જ્યારે ગામના સ્થાનિક વાલીવિજય વસાવા જણાવે છે કે અમારા ગામની શાળા જર્જરિત છે એટલે બહાર ઓટલા પર ભણવું પડે છે.સરકાર વહેલી તકે નવી શાળા બનાવે એવી માંગ કરીએ છીએ.

બાળકોને અસહ્ય ગરમીમાં ઓટલા ઉપર બેસીને ભણવું પડે છે.કારણ કે આ શાળા ની છત પતરાની બનેલી છે. પણ છત ગળે છે.કારણ કે ૨૦ થી ૨૫ વર્ષ જૂની આ શાળાના પતરામાં કાણા પડી ગયાં છે અને વર્ગખન્ડમાં, ઓફિસમાં પાણી ગળે છે એટલે નીચે ડોલ મૂકી રાખવી પડે છે.કોમ્યુટર જેવા સાધનોમાં પાણી ન ભરાય તે માટે ઢાંકી રાખવા પડે છે.ત્યારે એસપીરેશનલ જીલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ૧૦૦ જેટલી શાળાઓ એક શિક્ષક થી ચાલતી અને જર્જરિત ઓરડા અને પૂરતી સુવિધાઓ નથી એ માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી ચુક્યા છે ત્યારે સરકાર નર્મદાની પ્રાથમિક શાળાઓ આધુનિક અને સુવિધા વાળી શાળાઓ બનાવે એવી વાલી વિદ્યાર્થીઓની માંગ છે.

આશ્ચર્યની વાત તો એ છેકે આટલા વર્ષથી જિલ્લા ના અધિકારીઓ પણ કેમ આ દિશામાં નિષ્ક્રિય રહ્યાં? તંત્રની બેદરકારીને કારણે આજે નર્મદામાં આદિવાસી બાળકોને ૨૦ વર્ષના વહાંણા વહી જાય ત્યાસુધી જર્જરિત શાળાઓમાં ભગવાન ભરોસે ભણવું પડે. આ તે કેવી શાળા ને કેવું શિક્ષણ? શું આવી રીતે ભણશે ગુજરાતી?!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!