google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસરના બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસીઓએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

જંબુસરના બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસીઓએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર ટંકારી ભાગોથી ડેપો સુધીના બિસ્માર માર્ગને લઈને આવેદનપત્ર જંબુસર તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતી દ્વારા માજી ધારાસભ્ય સંજય સોલંકીની રાહબરીમા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સહિત કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ રીંગરોડની બિસ્માર સ્થિતિના કારણે નગરજનો સહિત પંથકના પ્રજાજનો પડતી હાલાકીને વાચા આપવા એસ.ટી.ડેપોથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.જયા પ્રાંત અધિકારી એમ.બી.પટેલને આવેદનપત્ર આપી રીંગરોડ સંદર્ભે રજુઆત કરી હતી.કોંગ્રેસ સમિતિ ધ્વારા પ્રાંત અધિકારી ને આપેલ આવેદનપત્રમા જણાવ્યુ હતુ કે ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો રીંગરોડ તદ્દન બિસ્માર હાલતમાં છે.રોડ પર બે બે ફૂટના ખાડા પડી ગયેલ છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોય,પાણી ભરાવાની સમસ્યાઓના લીધે અકસ્માત થવાની શકયતા ઓ વધી જાય તેમ હોય તથા રેફરલ હોસ્પીટલ, અલ-મહમૂદ હોસ્પીટલમાં તાલુકાના ૮૪ ગામોની પ્રજા આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેતી હોય તથા આગામી શ્રાવણ માસ શરૂ થવાની તૈયારીમાં હોય કાવી-કંબોઈ મહાદેવના દર્શન માટે શ્રધ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય તથા અધિકારીઓ, ધારાસભ્ય પણ આ રસ્તા પરથી અવરજવર કરતા હોય તાકીદે મરામત કરાવી ઉપયોગમાં લેવાય તે રીતે વ્યવસ્થિત કરવા માંગ કરી હતી.જો વેળાસર આ કામગીરી કરવામાં નહી આવે તો આગામી તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ ચક્કાજામનો કાર્યક્રમ રાખવાની ચીમકી આપવામા આવી હતી.આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદ તલાટી,પાલિકા વિપક્ષ નેતા સાકીર મલેક,પાલિકા સદસ્ય કાદરબેગ મીરઝા સહિત અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!