google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ દોહરે દ્વારા કોર્ટનું...

ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ દોહરે દ્વારા કોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા ઝઘડિયા,વાલિયા,નેત્રંગની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને બાળકોને ઘર બેઠા ન્યાય મળી શકશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ ૮૦ જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે.જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે પણ આજરોજ ઉદ્દઘાટન થયેલ છે.આ ફેમિલી કોર્ટનું ઉદઘાટન ફેમિલી કોર્ટના નવ નિયુક્ત જજ કુમારી કે.એચ.દોહરે ના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે.આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે.જેમાંથી ઝઘડિયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘરબેઠા ન્યાય મળશે, ઝઘડિયા ખાતે આજરોજ થી ફેમિલી કોર્ટ કાર્યરત થતા આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી.ઝઘડિયા ખાતે આજરોજ સવારે ૧૦ કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ.દોહરેના વરદ હસ્તે રીબીન કાપી આ કોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.પટેલ ઝઘડિયાના જયુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી.પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ એમ રાંદેરિયા ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, દિલીપસિંહ નકુમ,એફ.એમ.મન્સૂર,નીતાબેન રાવલ વિગેરે વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!