અંકલેશ્વર,
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા નદી માં પોલીસ સ્થિતિનું નિર્માણ થયું હતું.જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો વચ્ચે કાંઠા વિસ્તાર ઉપર રહેલા સ્મશાનોને પણ નુકસાન થતાં અંતિમ સંસ્કાર માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે સાથે ઘણી વખત નદીના કાંઠા ઉપર ખુલ્લામાં પણ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી ગઈ છે.
નર્મદા નદીમાં ચોમાસાની સિઝનના સમય સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હતું જેના કારણે નર્મદા નદીમાં પૂર્ણ સ્થિતનું નિર્માણ થતાં ત્રણ જીલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું અને સૌથી વધારે અંકલેશ્વર પંથકમાં રહેણાંક વિસ્તારોમાં પૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી કાંઠા વિસ્તારો ઉપર સંખ્યાબંધ સ્મશાનો આવેલા છે.ભરૂચ અંકલેશ્વર સહિત અનેક જીલ્લાઓના તાલુકાઓ અને ગામોમાં કાંઠા વિસ્તાર ઉપર આવેલા સ્મશાનો પૂર્ણ પાણીમાં નષ્ટ થઈ ગયા છે.જેના કારણે અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારના નર્મદા નદીના કાંઠા ઉપર પૂરના પાણીના કારણે સ્મશાને મોટું નુકસાન થયું છે અને સ્મશાન નો સંપૂર્ણ અંતિમ સંસ્કાર નો ભાગ જમીન દોષ થઈ ગયો છે જેના કારણે બે ચિતા પૈકી એક જ ચીતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે.કોઈપણ મુદ્દે ના અંતિમ સંસ્કાર કરવાના હોય તો ચિતાની સગડીની આજુબાજુ પાંચ આંટા ફેરા મારવાના હોય છે જે આટાફેરા મારવા માટે પણ જોખમ કેળવું પડે છે અને છતાં જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે.
અંકલેશ્વર તાલુકા માટે નર્મદા નદીનો કાંઠો જુના બોરભાઠા બેટ પાસે સ્મશાન આવેલું છે અને રોજના ચારથી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે.જેની સામે સ્મશાનમાં બે ચિતા કાર્યરત હતી પરંતુ પૂર્ણ પાણીમાં સ્મશાનને નુકસાન થતા માત્ર એક જ ચીતા કાર્યરત છે અને આ ચિતાની નીચેનો પણ સંપૂર્ણ ભાગ ધસી પડ્યો છે.જેના કારણે એક ચિતામાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.જેના પગલે ઘણી વખત નર્મદા નદીના કાંઠે જાહેરમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બની ગયા છે.