google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeCrimeવાગરાના પહાજ નજીક કેનાલ માંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો

વાગરાના પહાજ નજીક કેનાલ માંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો

- મૃતદેહનો કબ્જો મેળવી પોલીસે વધુ તપાસ હાથધરી

વાગરા,

વાગરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલ માંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ થતાંજ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના વાલીવારસોને શોધવાની કવાયત શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજરોજ લગભગ ૧૨ વાગ્યાની આસપાસ વાગરાથી મુલેરને જોડતા માર્ગ ઉપર આવેલ પહાજ ગામ નજીક કેનાલમાં અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાની માહિતી વાગરા પોલીસને મળી હતી.ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જોતા કેનાલના વહેતા પાણીમાં એક ઈસમની લાશ તરતી નજરે પડી હતી.પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃતદેહને તપાસી જોતા તેના શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નિશાન મળ્યું ન હતું.મરણ જનાર ઈસમના ખિસ્સા તપાસી જોતા તેમાં પણ ઓળખ થાય તેવા કોઈજ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા. જેને લઈ આ લખાઈ રહ્યું છે.ત્યાં સુધી મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી.મરણ જનાર ઈસમે નાઈટી (ટ્રેક) પહેરેલ હતી.તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલ ન હતું.જેને લઈ પોલીસે આસપાસમાં તપાસ આદરી હતી.પરંતુ આસપાસ માંથી પણ કંઈ મળ્યું ન હતું.હાલતો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ અર્થે ખસેડવા સાથે તેના વાલી વારસોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!