આમોદ,
ભારત સરકારની વિવિધ યોજનાઓનું લાભ છેવાડાના ગામના સામાન્ય નાગરિક સુધી પહોંચે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ખાસ અભિયાનમાં હાથ ધરવા આવ્યું છે.ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાની અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.ત્યારે ભારત સરકાર દ્વારા જન માણસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુઘી પહોંચાડવા યોજનાઓની જાગૃતિ ફેલાવવાનું અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોમાં તમામ જીલ્લા તાલુકા ઓમા નવેમ્બર ડિસેમ્બર માંથી ૨૦૨૩ તૃતીય સપ્તાહથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે.જે યાત્રા આજરોજ આમોદનાં આછોડ ગામે આવી પહોંચી હતી.
આ કાર્યક્રમમાં પોતાના પ્રવચન વેરા ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આધાર કાર્ડ,મિશન મંગલમ હેઠળની વિવિધ યોજનાઓ, આરોગ્યની વિભાગની યોજનાઓ,પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન યોજના, મનરેગા,આઈસીડીએસની વિવિધ યોજનાઓ અંગે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા આછોદ ગામનાં લોકોને માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં વેરા આમોદ જંબુસરના ધારાસભ્યના ડી કે સ્વામી,તાલુકા પંચાયતનાં વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તથા આછોદ ગામના સરપંચ,તાલુકા પંચાયતના સભ્ય,આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં આછોદ ગામના નાગરિકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.