google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનનો વિવાદ ચરમસીમાએ

ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનનો વિવાદ ચરમસીમાએ

- જિલ્લા પ્રમુખ સામે આક્રોશ વ્યક્ત કરતા વિધાનસભાના પરાજિત ઉમેદવારોએ રજૂ કર્યા પોતાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર - વાગરા વિધાનસભા મત વિસ્તાર માંથી બે ટર્મથી પરાજિત થયેલા સુલેમાન પટેલે અપક્ષ માંથી ઉમેદવારી કરવાની આપી ચીમકી - જે જાડુંને વિધાનસભામાં 1980 મત મળ્યા હતા તેના માટે હું મત માંગવા જાવ : સુલેમાન પટેલ

ભરૂચ,
ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈ કોંગ્રેસીઓમાં વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને અપક્ષમાંથી ઉમેદવારી કરવા માટે પણ ઘણા કોંગ્રેસીઓ મેદાનમાં ઉતાર્યા છે જેના પગલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સામે બે મોટા માથાના કોંગ્રેસીઓએ ગંભીર પ્રકારના આક્ષેપક કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે જેના કારણે કોંગ્રેસનું વિવાદ ચરમસીમાએ આવી ગયો છે
ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઢ બંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ત્યારથી જ કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે રાજકીય માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની વિચારધારા સાથે ઘણા કોંગ્રેસીઓ અપક્ષ માંથી ઉમેદવારી કરે તેવી ચર્ચા વચ્ચે ઘણા કોંગ્રેસીઓએ પોતાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે જેમાં ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લા બે ટર્મથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતાં સુલેમાન પટેલે પણ આપ અને કોંગ્રેસના ગઠબંધન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ગઠબંધનને લઈ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોની ચિંતાઓ વ્યક્ત કરી સુલેમાન પટેલ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ માંથી ઉમેદવારી કરવાની ફરજ પડે તો ઉમેદવારી કરશે તેવી ચીમકી આપતો વિડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે જેના કારણે જો સુલેમાન પટેલ અપક્ષ માંથી ઉમેદવારી કરે તો તે ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને હાલના જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતો વિડીયો બનાવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા પ્રમુખ કે જેઓ અગાઉ પ્રમુખ હતા ત્યારે અને ત્યારબાદ પણ કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ તરીકે પરિમલસિંહ રણા હતા ત્યારે અસહકાર આપી હેરાનગતિ કરવામાં આવી હતી અને જે તે સમયે પ્રદેશ સમિતિએ જિલ્લા પ્રમુખને ઊંચા પદ ઉપર લઈ ગયા હતા પરંતુ તાજેતરમાં જિલ્લા પ્રમુખ ની ભૂંડી ભૂમિકા હોય તેવા આક્ષેપ પણ સંદીપ માંગરોલાએ કર્યો છે અને કોંગ્રેસના જ અગ્રણીઓ હોદ્દેદારો આ ગઠબંધન સામે નારાજ હોવાનું પણ તેઓએ કહ્યું છે.
ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ જો કોંગ્રેસના અગ્રણીઓ આ લોકસભા બેઠકો પર કોંગ્રેસની વિચારધારા ઉપર અપક્ષ માંથી ઉમેદવારી કરે તો કયા પક્ષને નુકસાન થાય તેવા સવાલો વચ્ચે એક વાત નિશ્ચિત છે કે કોંગ્રેસીઓ અપક્ષ માંથી ઉમેદવારી કરશે તો ભાજપને સીધે સીધો ફાયદો થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એક વાત નિશ્ચિત સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલના નિધન બાદ કોંગ્રેસ મુક્ત ભરૂચ બની રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આપ અને કોંગ્રેસ દ્વારા ભરૂચ લોકસભા બેઠક ઉપર ગઠબંધન થયું છે.ત્યારે ગમે ત્યારે આચારસહિંતા લાગે તેમ છે.જેથી ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાન સાથે પરામર્શ કરી તમારો દીકરો તમારે દ્વાર અભિયાન શરૂઆત કરવા જઈ રહ્યા છે.ત્યારે આપના ઉમેદવાર ચૈતર વસાવા સાથે કોંગ્રેસના કેટલા આગેવાનો સહયોગ કરે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!