google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ ને.હા પર અકસ્માત સર્જાતા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાતા માથા અને પગમાં...

ભરૂચ ને.હા પર અકસ્માત સર્જાતા ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાતા માથા અને પગમાં ઈજા

- પાલિકાના ફાયર વિભાગના લશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો

ભરૂચ,

ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ જતાં તેને ભરૂચ પાલિકાના ફાયર વિભાગના લાશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.અકસ્માત મમાલે ભરૂચ સી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારની વહેલી સવારના સુમારે એમએચ ૪૮ સીબી ૩૪૪૧ માં માલ સામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો.તે વેળા ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરની પટેલની વાડીની સામે આવેલા બ્રિજ પર પહોંચતા પોતાના સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ ચાલતા અન્ય અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટ્રકનો ચાલક કેબીનમાં જ ફસાઈ ગયો હતો.આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને થતા લશ્કરો ફાયર ટેન્ડર સાથે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.ચાલકને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે  ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત મામલે ભરૂચ સી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!