ભરૂચ,
ભરૂચ જીલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એમિક્સ ઈન્ટરેનેશનલ સ્કુલમાં વિદ્યાર્થીઓને ભેદભાવ રાખી એસી વિનાના વર્ગખંડમાં બેસાડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.જે સમગ્ર મામલો ભરૂચ શિક્ષણ વિભાગઅને શિક્ષણ મંત્રી સુધી પહોંચતા સમગ્ર મામલે સ્કૂલ સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપવાની ફરજ પડી હતી.જે બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.
ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ લુવારા ગામની હદમાં એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે.જેમાં ગુજરાત સરકારના આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સંચાલકોએ ભેદભાવની નીતિ અપનાવી અલગ વર્ગખંડમાં બેસાડી તેમને એસી અને અન્ય સોશ્યલ એક્ટિવિટીથી વંચિત રાખતા વિવાદ ઉભો થયો હતો અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની નીતિને લઈ વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.તેમ છતાં સ્કૂલ સંચાલકે વાલીઓને રોફ બતાવ્યો હતો અને આરટીઈના વિદ્યાર્થીઓને એસીની સુવિધા જોઈતી હશે તો અલગથી રૂપિયા આપવા પડશે તેવું જણાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સ્કૂલ સંચાલકોની શાન ઠેકાણે લાવા માટે મીડિયાનો સહારો લઈ સમગ્ર મામલો શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી સુધી પહોંચતા આખરે શિક્ષણ વિભાગે સ્કૂલ સંચાલકોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને સ્કૂલ સંચાલકોને આરટીઈના કાયદાનો પાઠ ભણાવતા સ્કૂલ સંચાલકોએ લેખિતમાં બાંહેધારી આપી હોવાની કેફિયત રજૂ કરી હતી અને ભરૂચ જીલ્લાની કોઈપણ સ્કૂલમાં સંચાલકો આરટીઈ હેઠળ પ્રવેશ મળેવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખશે તો તે સ્કૂલના સંચાલકો સામે નક્કર અને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેકટર ડૉ.દિવ્યેશ પરમારે જણાવ્યું હતું.
એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં બનેલી સમગ્ર ઘટનાનો મામલો વાલીઓએ ભરૂચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી સુધી પહોંચાડતા સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ન કરે તે માટે ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વાલીઓના હીતમાં શિક્ષણ અધિકારીના વલણને લઈને વાલીઓએ નિર્ણયને આવકારી સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓને અલગ વર્ગખંડમાં બેસાડવા મુદ્દે શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને કાયદાનું ભાન કરાવ્યું
- આરટીઈના વર્ગખંડમાં એસી ન હોય અન્ય સોશ્યલ એકટીવી ન કરાવતા હોવાનો વિવાદ સામે આવ્યા બાદ સ્કૂલ સંચાલકોએ શિક્ષણ વિભાગને બાંહેધરી આપી - આરટીઈના વિદ્યાર્થીઓને તમામ વર્ગખંડમાં સમાવી લેવાની બાંહેધરી સ્કૂલ સંચાલકે આપી છે : ડૉ.દિવ્યેશ પરમાર એજ્યુકેશન ઈન્સ્પેકટર