google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને આપવામાં આવેલ ઈમરજન્સી ફાયર મોબાઈલ બુલેટનો ૨૦૧૮ થી...

ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને આપવામાં આવેલ ઈમરજન્સી ફાયર મોબાઈલ બુલેટનો ૨૦૧૮ થી ઉપયોગમાં નહિ આવતા નકામા બન્યા

- શહેરના સાંકળા માર્ગમાં ફાયર ટેન્ડર ન પહોંચી શકે તેવા વિસ્તારોમાં બુલેટ દ્વારા પહોંચી શકાય છે - ફાયર વિભાગની બેદરકારીના કારણે આજે બંને બુલેટ ખાઈ રહ્યા છે ધૂળ : પ્રજાના ટેક્સના રૂપિયા બેજવાબદાર અધિકારીઓના પાપે પાણીમાં ધોવાયા

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં ધણા એવા વિસ્તારોમાં છે જ્યાં માર્ગ સાંકળા હોવાના કારણે ઈમરજન્સી દરમ્યાન ફાયર ટેન્ડર સમયસર પહોંચી ન શકતા હોવાના કારણે સમસ્યા સર્જાતી હતી.જે સમસ્યાનું નિરાકરણ આવે તે માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને બે ઈમરજન્સી બુલેટ આપવામાં આવ્યા હતા.પરંતુ તેનો ઉપયોગ નહિ થતા આજે બંને બુલેટો છેલ્લા ૬ વર્ષથી વધુ સમયથી બંધ પડી રહેતા પ્રજાના ટેક્સના રૂપિયા બેજવાબદાર અધિકારીઓના કારણે પાણીમાં વેડફાઈ રહ્યા છે.

ઈમરજન્સીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક સાધનો, ફાયર ટેન્ડર,રેસ્કયું ગાડી અને ફાયર બાઈટ આપવામાં આવે છે.જેના પગલે કોઈપણ પ્રકારની ઈમરજન્સી દરમ્યાન તાત્કાલિક તેને દૂર કરી શકાય અને જાનહાનિ થતી અટકાવી શકાય જેના માટે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૧૨ માં બે ઈમરજન્સી બુલેટ ફાળવવામાં આવ્યા હતા.જે બુલેટનો ઈમરજન્સી બનાવ સમયે મોટી ફાયર ગાડી સાંકળા માર્ગો પરથી પસાર ન થાય તેવા સાંકળા માર્ગો પરથી આ બુલેટ દ્વારા પહોંચી શકાય.આ બુલેટ ઉપર ફાયર સિસ્ટમ લાગેલી હોય છે જેથી ઈમરજન્સી પહોંચી વળવા માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.જે બુલેટને ફાયર મોબાઈલ કહેવામાં આવે છે.

પરંતુ આ ફાયર મોબાઈલ બુલેટનો માંડ ઉપયોગમાં લીધા હશે જે અંદાજિત વર્ષ ૨૦૧૮ – ૨૦૧૯ થીબંને ફાયર મોબાઈલ બુલેટ બંધ હાલતમાં જોવા મળતા પહેલા શો રૂમમાં અને હાલમાં ગેરેજમાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ભરૂચ નગરપાલિકાના વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ આ બાબતે જણાવ્યું હતું કે અધિકારી અને શાસક પક્ષના અણઆવડતના કારણે ભરૂચ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે અને ફાયર વિભાગમાં સરકાર દ્વારા અત્યાધુનિક લોકોની સુખાકારી માટે સાધનો ફાળવેલ છે.જે પૈકી બે બુલેટ આપેલ હતા.જે જૂના ભરૂચમાં સંજીવની જેવું કામ લાગે એવા હતા તે પણ આજે છેલ્લા ત્રણ વર્ષથી મૃતપાયે પડલે છે અને હાલ છેલ્લા છ મહિનાથી ગેરેજમાં છે.નગરપાલિકા ખારે ગયેલ હોવાથી બંધ બે બુલેટનો જે રીપેરીંગ ખર્ચ અંદાજિત ૪૪ હજાર છે જે પાલિકા દ્વારા ખર્ચ નહિ થતા આજે સમય વધુ થતા આ ખર્ચમાં પણ વધારાનો ખર્ચ ભોગવવાનો વાળો આવ્યો છે.જે થી આગામી બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત સરકારના સ્ટેટ ફાયર સર્વિસ તરફથી પાણીમાં ડૂબતા લોકોને બચાવ કામગીરી કરવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને રેસ્કયુ રોબર્ટ આપવામાં આવતા નર્મદા નદીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.પરંતુ આ રેસ્કયુ રોબર્ટની જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય સાચવણી કરવામાં આવે તે જરૂરી છે નહિતર જેમ બુલેટ ધૂળ ખાઈ રહ્યા છે તેમ આ રોબર્ટ પણ આવનાર દિવસોમાં ધૂળ ખાતો અને બિન ઉપયોગી બને તો નવાઈ નહિ.તો બીજી તરફ ફાયર વિભાગમાં ધણા સાધનો આજે બિનઉપયોગી બનતા ભંગાર અવસ્થામાં જોવા મળી થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!