google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujarat25 જૂન 1975 ના રોજ લાદેલી કટોકટીને નર્મદા ભાજપે કાળો દિવસ ઉજવ્યો

25 જૂન 1975 ના રોજ લાદેલી કટોકટીને નર્મદા ભાજપે કાળો દિવસ ઉજવ્યો

- પત્રકાર પરિષદમાં ભારતની લોકોશાહી માટે સૌથી શરમજનક દિવસ ગણાવ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ભારતની લોકોશાહી માટે કાળો દિવસ એટલે 25 જૂન 1975 ની કટોકટી ઈન્દીરા ગાંધી દ્વારા 25 જૂન 1975ના રોજ ચૂંટણી હારી જવાના ભય ના કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.ભારતની લોકોશાહી માટે સૌથી શરમજનક દિવસ હતો.દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી સામાન્ય નાગરિકો સાથેની ગેરવર્તણૂક ભારતના નાગરિકો ક્યારે પણ નહીં ભૂલે.તે માટે આજરોજ કમલમ રાજપીપળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા પ્રદેશ માંથી આવેલા વક્તા અશોકભાઈ ધોળાજીયા અને અગ્રણી નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને એક પ્રેસ કોન્ફ્રન્સ રાખીકટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અશોકભાઈ ધોળાજીયાએ જણાવ્યું હતું કે ઈન્દીરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો.ઈન્દીરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચૌદ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.એ સમયે ઈન્દીરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે દેશમાં કટોકટી લાગુ કરી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી.કોર્ટના કે કાયદાકીય, કોઈપણ દસ્તાવેજ વગર ગેરકાનૂની ઢબે તેમણે વિપક્ષના સભ્યોને રાજકીય કેદી બનાવી લીધા હતા.એક લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા.ઈન્દીરા ગાંધી પોતે જ કાયદો બની ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!