(જયશીલ પટેલ,ઝઘડિયા) સમસ્ત ત્રાગડ બ્રાહ્મણ સોની પરિવાર મંચ આયોજીત પ્રથમ મહા સંમેલન સુરત તા.૨૪.૧૨.૨૦૨૩ નાં રોજ યોજવામાં આવ્યુ હતુ.જેના યજમાન તરીકે ત્રાગડ સોની પ્રગતિ મંડળ સુરતે કર્યું હતું.આ પ્રથમ મહાસંમેલનમાં સમસ્ત ગુજરાતનાં ત્રાગડ બ્રાહ્મણ સોનીનાં ૨૪ મંડળ / પંચ ના પ્રતીનિધીઓ તેમજ વિવિધ ગામોનાં જ્ઞાતિજનોનાં પરીવાર સહીત ઉપસ્થિત રહીને ત્રાગડ સોની પ્રગતિ મંડળના મનીષભાઈ બી પારેખ તથા હરેન કે પારેખના નેતૃત્વ હેઠળ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરેલ,સદર કાર્યક્રમની શરૂઆતમાં સુરત મંડળ તરફથી આવનાર દરેક મહેમાનને એક સ્મૃતિ ભેટ આપી જ્ઞાતિ નાં ધો.૧૦, ૧૨ તેમજ્ ગ્રેજુએટ,એન્જિનિયર, સીએ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ રમતગમત સાંસ્કૃતિક,ક્ષેત્રના વિદ્યાર્થીઓને મોમેંટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. મહાસંમેલનની સાથે માનવસેવાનાં લાભાર્થે ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત તથા ભુલાકાકા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી રક્તદાન શિબિર આયોજીત કરેલ જેમાં જ્ઞાતિજનોનાં ૪૯ યુવાનોએ રકતદાન કરેલ અને શિબિરને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યોગા, કરાટેનું નિર્દેશન તેમજ સુરત જ્ઞાતિની મહિલાઓએ ગરબા પ્રસ્તૂત કરી કાર્યક્રમની ભવ્યતા દર્શાવવામાં આવી હતી.કાર્યક્રમનાં પ્રમુખ મનોજભાઈ સોની સમસ્ત ત્રાગડ બ્રાહમણ સોની પરિવાર મંચનાં પ્રમુખ તેમજ વિજયભાઈ એન પારેખ,ત્રાગડ સોની પ્રગતિ મંડળનાં પ્રમુખ ગોપાલભાઈ જે સોની, જયવદનભાઈ પારેખે તથા અન્ય મહાનુભાવોએ જ્ઞાતિજનોને સમાજની એક્તા સંગઠન ઉત્કર્ષ માટે સંબોધન કરેલ તેમજ સમાજના આધુનિકરણ, સમાજની વેબસાઈટ માટે રિપુલભાઈ સોની એ તેમના વિચારો પ્રસ્તૂત કર્યા હતા.સદર કાર્યક્રમનાં યજમાન ત્રાગડ સોની પ્રગતિ મંડળ સુરતનાં સર્વ કર્મનિષ્ઠ કાર્યકરોએ કાર્યક્રમની સફળતા માટે અથાગ પ્રયત્ન આદરેલ,અંત માં તરલભાઈ પારેખે કાર્યક્રમની આભાર વિધી કરી હતી.