google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઝઘડિયાના પડાલ ગામના ૪૮.૬૮ હેકટરમાં સરકારી ગૌચર જમીનનો દુરૂપયોગ થતો હોવાનો માજી...

ઝઘડિયાના પડાલ ગામના ૪૮.૬૮ હેકટરમાં સરકારી ગૌચર જમીનનો દુરૂપયોગ થતો હોવાનો માજી ધારાસભ્યએ આક્ષેપ કર્યો

- ગુજરાતમાં ૨ હજાર કરોડ થી મોટો ખાણ ખનીજ કૌભાંડ બહાર આવશે?

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝધડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ન્યૂ ઈન્ડિયા મિનરલ્સ ઈન્ડસ્ટ્રીઝને પડાલ, તા.ઝઘડિયા ૪૮.૬૯ હેકટર માં (જૂના સ.નં. ૫૫૨, ૫૫૪, ૫૫૩, ૫૫૯, ૫૮૧ (પૈં); નવા સ.નં. ૪૦૭, ૪૦૮, ૩૩૦, ૩૯૯, ૩૭૯) આપવામાં આવેલ સિલિકા સેન્ડ ખનીજ ની લીઝનો મોટો પર્દાફાસ કરેલ છે. તેમને જણાવ્યું છે કે આ લીઝ રદ કરવા માટે સ્થાનિકો દ્વારા અનેકો ફરિયાદ થઈ છે.આ લીઝ અને લીઝ માટે મેળવેલ જરૂરી પરવાનગીઓ ખોટી માહિતીના આધારે મેળવી હોવાનું વખતો વખત રજુઆતો અને આરોપ થયેલ છે.પરંતુ લાગુ અધિકારીઓ, ખાણ ખનીજ કચેરી ભરૂચ, ભરૂચ કલેકટર અને ચીફ મીનીસ્ટર ભુપેન્દ્ર પટેલ અને તેમની ઓફીસ દ્વારા કેમ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ લીઝ માટે યોગ્ય કાર્યવાહી અને તપાસ કરવામાં આવે તો સુરત ના કોભાંડ થી પણ મોટું કોભાંડ બહાર આવે તેમ છે. સુરત સ્કેમ માં ૨.૧૭ લાખ સ્ક્વેર મીટર નો હતો જયારે આ લીઝ વિસ્તાર ૪.૮૬ લાખ સ્ક્વેર મીટર છે તેમ‌ છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું, તેમણે મુખ્ય આરોપો ગૌચરની જમીનમાં આ લીઝ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર ના હુકામ નં. MCR-1581(N-27)42/6. તા. ૨૭/૦૫/૧૯૮૨ થી ૪૮.૬૮.૧૫ હેકટર (૧૧૮.૬૧૧૪ એકર) માત્ર ૨૦ વર્ષ માટેજ આપવામાં આવેલ હતી.જેમાં પણ ગ્રામસભાની મંજુરી મળેલ નથી. જયારે હાલમાંજ ભરૂચ જીલ્લા માં CRZ લાગુ થવાના કારણે CRZ ના નિયમ નું પાલન કરી ઘણી બધી લીઝો રદ કરી દેવામાં આવી છે.ત્યારે “ગૌચર” ની જમીન બાબતે નામદાર સુપ્રીમ કોર્ટના તા. ૨૮.૧.૧૧ ના ચુકાદા અને ગુજરત સરકારની તા.૧.૪.૧૫ થી લાગુથાયેલ ગૌચર નીતિ (ગૌચરની જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ) સ્વયં સ્પષ્ટ હોવા છતાં વિવાદિત ગૌચર માં આવેલ સિલિકા સેન્ડ ની લીઝ રદ કેમ રદ કરવામાં આવતી નથી? શા માટે ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગ અરજદારો ને વખતો વખત “ખો” આપે છે? શું આમાં ભાજપનાજ મોટા નેતાઓ સંકળાયેલ છે? 

SEAC મિટિંગમાં ખોટી માહિતી આપવામાં આવી,જે જમીનના પ્રકાર વિશે ભૂલભૂલૈયું ફેલાવતી હતી. સરકારી ગૌચર ની જમીન ને સરકારી પડતર અને ખેતીની જમીન બતાવી પર્યાવરણ મંજુરી મેળવેલ છે. ગૌચર જમીનનો દુરૂપયોગ કરી આ વિસ્તાર “સરકારી ગૌચર” તરીકે નિયુક્ત (નીમ થયેલ) છે, ગૌચરની જમીનો  “ગુજરાતની ગૌચર નીતિ“ અને “સુપ્રીમ કોર્ટના” ચુકાદાઓ હેઠળ સુરક્ષિત છે.

પર્યાવરણીય મંજૂરીના શરતનો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે,ખોટી માહિતી અંતર્ગત મેળવેલ પર્યાવરણ મંજુરી (EC – Environment Clearance)  ને બિનબિનકૃત બનાવે છે,તેમજ EC રદ થવા પાત્ર છે.  તેમ છતાં ખાણકામ ચાલુ છે.

આદિવાસી અધિકારો બાબતે છોટુભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તાર સંવિધાન ની અનુસૂચિત ૫ મુજબ નો આદિવાસી વિસ્તાર છે,જે વિવિધ કાનૂની વિધિઓ દ્વારા સુરક્ષિત છે.સ્થાનીકોની પ્રધાનમંત્રી અને ચીફ મીનીસ્ટર ને કરેલ ફરિયાદો, ખાણ ખનીજ  વિભાગ ને કરેલ ફરિયાદો, SEAC મિટિંગ મિનિટ્સ , ૭-૧૨ ના નમુના અને તેમાં ખોટી રીતે થયેલ નોધો અને પડાલ ગામના ગ્રામ સભાના ઠરાવ બાબતે યોગ્ય તપાસ થાય તો બધું બહાર આવી જશે.છોટુભાઈએ શાસક પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વારંવાર ફરિયાદો હોવા છતાં, અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી, જેને કારણે તેમણે આ મામલાને વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન સુધી લાવવાનો નિર્ણય કર્યો છે.

તેમણે માંગણી કરી હતી કે જો ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ યોગ્ય તપાસ કરશે, તો સુરત કૌભાંડ થી પણ ઘણું મોટું હજારો કરોડી રૂપિયાનું આ જમીન અને ખનીજ જમીન કૌભાંડ બહાર આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!