google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratઝઘડિયાના સુલતાનપુરા વિસ્તારમાં ધરેલું ગેસ લાઈન લીકેજ થઈ આગ લાગતાં અફડા તફડી...

ઝઘડિયાના સુલતાનપુરા વિસ્તારમાં ધરેલું ગેસ લાઈન લીકેજ થઈ આગ લાગતાં અફડા તફડી મચી

- આગ લાગવાના પગલે સાવચેતીના પગલાં રૂપે ઝઘડિયા ટાઉનની ઘરેલુ ગેસ પ્રવાહ બંધ કરવામાં આવ્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા ટાઉનના સુલતાનપુરા વિસ્તારમાં આજરોજ સવારે અચાનક ગુજરાત ગેસ કંપનીની ઘરેલુ ગેસ લાઈનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જેના પગલે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. સુલતાનપુરા વિસ્તારના કોમ્યુનિટી હોલ સામે આવેલ નાાળા પાસે આજરોજ ૯ થી ૧૦ ના ગાળામાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી.તપાસ કરતાં માલુમ પડેલ કે ઝઘડિયા ટાઉનમાં ઘરેલુ ગેસ લાઈનનો પુરવઠો પૂરો પાડતાં ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઈનમાં લીકેજ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધારણ બહાર આવ્યું હતું.અચાનક ભભૂકી ઊઠેલી આગ ને લઈ આજુબાજુના રહીશો માં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળથી દૂર જોવા મળ્યા હતા.નાળા પાસે લાગેલ આગને કાબુમાં લેવા ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતા.ગેસ કંપનીની ઈમરજન્સી ટીમ દ્વારા ગેસનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવતા અને ગેસ ગળતર બંધ થતાં આગ કાબુમાં આવી હતી, આગ ભભૂગી ઉઠવાની ઘટના બાદ ગેસ કંપનીની ઈમરજન્સી સાઈડ એન્જિનિયર સિવાય કોઈ ટેકનિકલ કે જવાબદાર અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ન હતા તેવું લોકચર્ચા સ્થાને રહ્યું હતું જેના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આગ લગભગ એક કલાક કરતા વધુ સમય સુધી પ્રજ્વલિત રહી હતી જેથી આજુબાજુના લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. ગેસ ગળતરના કારણે લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!