google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratપતંગ દોરીથી ગળું કપાતા કરૃણ મોત નાના વરાછામાં મોપેડ સવાર હતી યુવતી

પતંગ દોરીથી ગળું કપાતા કરૃણ મોત નાના વરાછામાં મોપેડ સવાર હતી યુવતી

પતંગ દોરીથી ગળું કપાતા કરૃણ મોત નાના વરાછામાં મોપેડ સવાર હતી યુવતી

દર વર્ષે ઉતરાયણ આવતા પહેલા સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પતંગની રામાયણ શરૃ થઈજાય છે. નાના વરાછા ખાતે બુધવારે સાંજે મોપેડ લઇ બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં પતંગના દોરી ફસાતા ગળું કપાઈ જતા કમકમાટીભર્યું મોત થયું હતુ.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછા વિસ્તારમાં ગોકુલ ધામ ખાતે અમૃત રેસિડેન્સીમાં રહેતી ૨૨ વર્ષની દિક્ષીતા ઘનશ્યામભાઇ ઠુમ્મર બુધવારે સાંજે મોપેડ પર નોકરીએથી ઘરે જવા નીકળી હતી. તે સમયે નાના વરાછા ફલાય ઓવર બ્રિજ ઉતરતા અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળમાં ફસાઇ હતી. જેથી તેનું ગળું કપાઈ જતા લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલેન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. દિક્ષીતા મુળ અમરેલીનાં સાંવરકુંડલાની વતની હતી. તેનો એક ભાઇ અને એક બેન છે. તે પરિવારને મદદરૃપ થવા જવેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી. તેના મોતના સમાચાર સાંભળી તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!