(સંજય પટેલ,જંબુસર)
જંબુસર જે.એમ શાહ કોલેજ આચાર્ય ડોક્ટર આઈ એમ ભાનાના બે ગઝલ સંગ્રહ ક્રંદસી અને રાતિ ના લોકાર્પણ કાર્યક્રમ વરિષ્ઠ ગઝલકાર મુસાફિર પાલનપુરીના વરદ હસ્તે કોલેજના સભાખંડમાં યોજાયો હતો.જેમાં કવિ પ્રકાશ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પ ગુચ્છથી સ્વાગત કરાયું હતું.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું પરિચય બાદ મુસાફિર પાલનપુરી એ બંને સંગ્રહની રચના વિશે સુદંર વાત કરી પોતાની રચનાઓથી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા.
શ્વાસો તમામ થીજી ગયા બરફ ઈ ,અસ્તિત્વ ગૂંગળાયું ત્યારે જ કંઈ લખાયું.મૃત્યુથી પણ વધારે આવે છે ત્રાસ જીવનમાં,એવું અનુભવાયું ત્યારે જ કંઈ લખાયું.
શ્વાસ લેવાય છે એનો આનંદ લો,પ્રાણ પોસાય છે એનો આનંદ લો.એ વધે કે ઘટે ગૌણ ઘટના ગણો દર્દ સહેવાય છે એનો આનંદ લો. આ સહિત અનેક રચનાઓથી વાહ વાહ ના પુકારો ઉઠ્યા હતા તથા ડોક્ટર આઈ એમ ભાના એ પણ પોતાની રચના રજૂ કરી પડછાયો અદ્રશ્ય થશે લાગશે કેવું તને ? શ્વાસના ઘોડા અટકશે લાગશે કેવું તને ? તથા દોસ્ત કાલે કામ લઈ આવ્યો હતો,સાથે આખું ગામ લઈ આવ્યો હતો. ધૂળથી કહોવાયેલા સિક્કા સમુ મારું જૂનું નામ લઈ આવ્યો હતો. આ સહિત કીમથી પધારેલા કવિ પ્રકાશ પરમારે પોતાની આગવી શૈલીમાં ગીત રચનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક ધીરુભાઈ પટેલે તથા આભાર વિધિ ડોક્ટર જય દેવી જોશી દ્વારા કરવામાં આવી હતી.