google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratભરૂચના દાંડિયા બજાર પૌરાણિક શ્રી રામજીમંદિર ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ...

ભરૂચના દાંડિયા બજાર પૌરાણિક શ્રી રામજીમંદિર ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો

તુલસીનું બીજું નામ વૃંદા…પૌરાણીક કથા અનુસાર જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું અને અસુર રાક્ષસ જલંધર હણાયો હતો.જેને લઈ સતીવૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો, જલંધરની પત્ની સતીવૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપમાં આવી ગયા હતા.

સતી વૃંદા (તુલસી) નો શ્રાપ સાંભળી દેવ,ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ ભગવાનની માફી માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા. માટે તેમને આશીર્વાદ આપ્યા કે તમે તુલસીનાં છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ,ત્યારે તમારી સાથે લગ્ન કરીશ તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.

આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરુપે પ્રગટ થયા અને તુલસી છોડ તરીકે અવતરણ પામ્યા, બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યા.ભગવાન વિષ્ણું તુલસીનાં પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.

ભરૂચ દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પરંપરાગત રીતે તુલસી વિવાહ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત શાલિગ્રામ સ્વરૂપ ભગવાન શ્રી રામજીના સાનિધ્યમાં શ્રી રામજી મંદિર તેમજ શ્રી પરશુરામ સંગઠનના સહયોગથી દેવઉથી અગિયારસના રોજ સુરેશભાઈ રાણાના પરિવારની ઉપસ્થિતિમાં ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી-વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર વિવાહની વિધિ જાણીતા કર્મકાંડી હિરેન મહારાજે કરાવી હતી.યોજાયેલ તુલસી વિવાહમાં મંગલફેરા,કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ નિશાંત રાણા અને તેમના ધર્મપત્ની ખુશ્બુ રાણા કરાવી હતી.ભરૂચ દાંડિયા બજાર સ્થિત યોજાયેલ તુલસી વિવાહ પર્વની ઉજવણીનો મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ ભક્તજનોએ ભગવાનના લગ્નપ્ર સંગનો લ્હાવો લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!