google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઝઘડિયાના નાના અણધરા ગામે ક્રિકેટમાં જીતેલા રુપિયા બાબતે ઝઘડો થતાં મામલો પોલીસ...

ઝઘડિયાના નાના અણધરા ગામે ક્રિકેટમાં જીતેલા રુપિયા બાબતે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

- દિકરીના દિકરા પાસે ક્રિકેટમાં જીતેલા ૧૦૦ રૂપિયા માંગતા યુવાનો સાથે થયેલ બોલાચાલીમાં માથામાં કુહાડી વાગતા વૃધ્ધને ઈજા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાના અણધરા ગામે ક્રિકેટમાં જીતેલા ૧૦૦ રૂપિયા માંગવાની વાતે થયેલ ઝઘડામાં ૬૭ વર્ષીય વૃધ્ધ ઈસમને માથામાં કુહાડીનો પાછળનો ભાગ મારી દેતા આ વૃધ્ધને ઈજા પહોંચી હતી.

આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના નાના અણધરા ગામે રહેતા ચંદુભાઈ બીજલભાઈ વસાવા નામના ૬૭ વર્ષીય વૃધ્ધની દિકરી પુષ્પાબેનના પતિ છેલ્લા નવેક વર્ષથી મરણ પામેલ હોઈ પુષ્પાબેન તેમના દિકરા રોશન સાથે પિતા ચંદુભાઈ સાથે નાના અણધરા ગામે રહે છે.ગત તા.૧૭ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં ગામના કિશન કરશનભાઈ વસાવા અને મોહિત અશ્વિનભાઈ વસાવા નામના યુવાનોએ પુષ્પાબેનના દિકરા રોશનને ઘરની આગળ રસ્તા પર બોલાવ્યો હતો અને કિશને રોશનને કહ્યું હતુંકે ક્રિકેટમાં જીતેલા રૂપિયા ૧૦૦ આપ,આમ કહીને રોશન સાથે ઝઘડો કર્યો હતો.ચંદુભાઇએ આ જોતા તેઓ ત્યાં ગયા હતા ત્યારે કિશને તેમને કહ્યું હતુંકે રોશન સાથે આજે ક્રિકેટ રમતા હું ૧૦૦ રૂપિયા જીતેલો છું તે મને આપી દેવા કહો. ત્યારે ચંદુભાઈએ તેને કહેલ કે ૧૦૦ રૂપિયા નહિ આપીએ,આ બાબતે  ઝઘડો થતા કિશન વસાવાએ ચંદુભાઈના બન્ને હાથ પકડી લીધા હતા અને મોહિત વસાવાએ તેના હાથમાં રહેલ કુહાડીનો પાછળનો ભાગ ચંદુભાઈને માથામાં મારી દેતા તેમને ચામડી ફાટી જઈને લોહિ નીકળતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેઓ બન્ને જણા ગાળો બોલતા બોલતા ત્યાંથી જતા રહ્યા હતા.ઈજાગ્રસ્ત ચંદુભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.આ સંદર્ભે ચંદુભાઈ બીજલભાઈ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કિશન કરશનભાઈ વસાવા તેમજ મોહિત અશ્વિનભાઈ વસાવા બન્ને રહે.નાના અણધરા તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!