(જયશીલ પટેલ દ્વારા)
ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ બચુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજરોજ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચીનભાઈ શાહનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝઘડિયા ધટક બંધના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા,લાલજીભાઈ વસાવા, સુભાષભાઈ વસાવા,નેત્રંગ તાલુકા ધટક બંધના પ્રમુખ હરિસીગભાઈ વસાવા, ચાસવડ ડેરીના ચેરમેન અને શિક્ષક કવિભાઈ વસાવા, વાલીયા તાલુકા ધટક સંધના પ્રમુખ નિલેશભાઈ વસાવા,અરવિંદભાઈ વાધેલા ઉપસ્થિત રહ્યા હતા.નવ નિયુક્ત અધિકારીનુ ઉત્સાહભેર સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.શુભેચ્છા મુલાકાત દરમિયાન સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરતા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષકોના કોઈપણ પ્રશ્નો હોય અને આપણે સૌ સાથે મળી શિક્ષણ અને શિક્ષકના હિતમાં એક ટીમ બની કાર્ય કરીશું તેવી જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન સાહેબ ખાતરી આપી હતી.
નવનિયુક્ત જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું
- ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું - નવયુગ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સૌ સાથે મળી શિક્ષણ અને શિક્ષકના હિતમાં ટીમ બનાવી કાર્ય કરીશું ની ખાતરી આપી