ભરૂચ,
વાગરામાં આવેલ જૂની મામલતદાર કચેરી અત્યંત જર્જરિત અને ભયજનક હોવાથી લોકોને સાવચેત કરવા હેતુસર તંત્રએ નોટિસ લગાવી જર્જરિત બિલ્ડીંગમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જો કોઈ વ્યક્તિ સૂચનાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે.પંરતુ જર્જરિત ઈમારતને ઉતારવાના બદલે તંત્રએ નોટિસ લગાવી સંતોષ માણ્યો છે.પરંતુ કોઈ દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ જેવા પ્રશ્નો ઉભા થયા છે.
ભરૂચ જીલ્લાના વાગરાના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ જૂની મામલતદાર કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલ છે.જો કે કોઈ મોટી દુઘર્ટના સર્જાય તે પહેલાં તંત્ર માત્ર નોટિસ લગાવી સર્તકા બતાવી છે. અને સાવચેતીના સ્ટીકર લગાવી લોકહિતમાં કાર્ય કર્યું છે.પરંતુ તેને ઉતારવાની કોઈ તજવીજ હાથધરી નથી.
છેલ્લા ઘણા વર્ષોથી વાગરા પોલીસ મથકની બાજુમાં આવેલ જૂની મામલતદાર કચેરી ખખડધજ હાલતમાં ખંડેર ભાંસી રહી છે.અહીં જાનવરો અને માણસોના આવગમનથી મોટી દુર્ઘટનાનો ભય સેવાય રહ્યો હતો, પંથકના જાગરૂત નાગરિકોની માંગ અને દુર્ઘટનાની ભીતિનાં પગલે તંત્રએ મોડે મોડે પણ સફારે જાગીને લોકોને સજાગ કરવાનો પ્રયત્ન કર્યો છે.જર્જરિત કચેરી આસપાસ તેમજ જર્જરિત ઈમારતમાં લોકોને પ્રવેશતા રોકવા અર્થે જર્જરિત કચરી ફરતે નોટિસો ચોંટાડવામાં આવી છે.કોઈપણ વ્યક્તિ જો મકાનમાં પ્રવેશ કરશે અથવા ઉપયોગ કરશે તો કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.જો કે, માણસો તો આ વાંચીને ચેતી જશે પરંતુ મૂંગા પશુ અને જાનવરોની જાનનું શું.? આવા અનેક પ્રશ્નો ગામના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.જાગૃત નાગરિકો માંથી માંગ ઉઠવા પામી છે કે આ મકાનને સંપૂર્ણપણે ઉતારી લેવામાં આવે જેથી માનવ સાથે મૂંગા પ્રાણીઓનો પણ જીવ બચાવી શકાય.જોકે ઈમારતની બાજુમાં મુસ્લિમ સમાજની દરગાહ પણ આવેલી છે.અહીંયા લોકો દર્શનાર્થે આવતા હોવાથી સતત લોકોની અવર જવર રહેતી હોય છે.તદુપરાંત જર્જરિત બિલ્ડીંગની બાજુમાં હોમગાર્ડ ભવન પણ આવેલું હોય વધુમાં આ જર્જરિત ઈમારત પોલીસ સ્ટેશન,સામુહિક આરોગ્ય કેન્દ્ર, મામલતદાર કચેરી સહિત વાગરામાં પ્રવેશ તેમજ નિકાલ માટેનો મુખ્ય માર્ગ હોઈ તેવામાં જો આ ઈમારત ધરાશાય થાય અને કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદાર કોણ? જેવી અનેક લોક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકો માંથી ઉઠવા પામી છે.આ જર્જરિત ઈમારતને તાકીદે ઉતારી લેવામાં આવે જેથી કોઈ મોટી હોનારતને અટકાવી શકાય માટે
જાગૃત લોકો સહિત સમયની પણ એજ માંગ છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ ખંડેર અને અતિ જર્જરિત ઈમારતને ઉતારવાની કામગીરી હાથધરે છે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવે છે.?તે તો આવનાર સમયજ બતાવશે.