ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર,વાલીયા,નેત્રંગ અને ઝઘડિયા સહિતના અનેક આંતરીયાર વિસ્તારોમાં દીપડાઓની લટારની અનેક ઘટનાઓ સામે આવી છે.ગત મોડી રાત્રીએ ભરૂચ – અંકલેશ્વરને જોડતા માર્ગ પર આરએમપીએસ સ્કૂલ નજીક દીપડો દેખા દેતા વન વિભાગ એ તા આવડતો દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની કામગીરી કરી હતી અને મોડી રાત્રીએ પણ લોકોને અહીં અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.પરંતુ સ્કૂલ નજીક હોવાના કારણે દીપડાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.
ભરૂચ જીલ્લામાં મોડી રાત્રીએ અનેક તાલુકાના ગામોમાંથી દીપડાઓની હાજરી અને લટારોની ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે ત્રણ દિવસ અગાઉ તો ઝઘડિયાના ગોવાલી નજીક જાહેર માર્ગ ઉપર થી પસાર થતા દીપડાનું વાહનની મોત થયું હોય તેવી ઘટના સામે આવી હતી.ભરૂચ જીલ્લાના અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ સહિતના અનેક અંતરિયાળ ગામોમાં પણ દીપડાઓની હાજરી મળી આવતી હોય છે.ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડા ઉપર ગળખોલ તરફ જવાના માર્ગ પાસે આરએમપીએસ સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલ નજીક દિપડો શેરડીના ખેતરમાં સંતાયેલો હોવાનું સામે આવ્યું છે.જેના કારણે દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ એ પણ તાબડતો સ્કૂલની આજુબાજુ તમામ ખેતરોમાં સાત જેટલા પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત કરી છે પરંતુ દીપડો ન પકડાય ત્યાં સુધી આ વિસ્તારમાં મોડી રાત્રે પણ લોકોને અવર-જવર ન કરવા માટે પણ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખની આ બાબત એ પણ છે કે આરએમપીએસ સ્કૂલ ખેતરોની વચ્ચે આવેલી છે અને સ્કૂલ નજીક જ દિપડો શેરડીના ખેતરમાં હોવાની માહિતી સાથે વિડીયો વાયરલ થતાં આરએમપીએસ સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને શિક્ષકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી લોકોમાં ભય જોવા મળી આવે છે.