google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeભરૂચના નંદેલાવ ગામની હદની સોસાયટીના મકાનમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી માતા-પુત્રને...

ભરૂચના નંદેલાવ ગામની હદની સોસાયટીના મકાનમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી માતા-પુત્રને ઝડપી પાડયા

- ૩ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,

ભરૂચના નંદેલાવ ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં બહારથી યુવતીઓ બોલાવી ચાલવવામાં આવતા કૂટણખાનાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી પોલીસે મકાન માંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કુલ ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.તો પોલીસે ઘટના સ્થળ પરથી બે મહિલાઓને મુક્ત કરાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલી અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતી નાજેરા અનિશ ભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ પોતાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી કુટણખાનું ચલાવતી હતી.આ અંગે.ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરિયાને માહિતી મળતા તેઓએ શહેર ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસ આઈ ડી.એ.ઝાલા અને સ્ટાફના માણસોએ કામગીરી કરવા સુચનાઓ આપી હતી.જેમાં ડમી ગ્રાહક બનીને પોલીસકર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું.ડમી ગ્રાહકે અંજુમન પાર્ક સોસાયટીમાં નાજેરાબેનના ઘરમાં જઈ તે મહિલા હાજર હોય શરીરસુખ માણવા ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા.ત્યાર બાદ નાજેરાએ તેને રૂમમાં જવાનુ કહેતા ખાતરી થતા જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસકોલ મારતા એ ડીવીઝન પોલીસે તેના મકાનમાં પંચોની હાજરીમાં રેઈડ કરી હતી.જેમાં ઘર માંથી કુટણખાનું ચલાવનાર મહિલા નાજેરા અનિશભાઈ ઈબ્રાહિમભાઈ પઠાણ મળી આવી હતી.પોલીસે તેના ઘરની તલાસી લેતા નીચેના રૂમમાં એક મહિલા અને ઉપરના માળે જોતા અંદરના રૂમ માંથી એક મહિલા તથા એક પુરૂષ કઢંગી હાલતમા મળી આવ્યા હતા.તે બંનેને નામ થામ પૂછતાં તે નાજેરાનો પુત્ર સલીમ અનિશભાઈ પઠાણ હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે સ્થળ પરથી બંને મા અને પુત્રની ધરપકડ કરી તેમની પાસેથી ૩ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ ૧૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે બંને સામે ધી ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્સન એક્ટ ૧૯૬૫ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!