google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeફિચવાડા ગામે ઘરની અડાળીમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો

ફિચવાડા ગામે ઘરની અડાળીમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો

- ૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી એકને જેલ ભેગો કર્યો તો એક વોન્ટેડ - નેત્રંગ માંથી અવરનવર વિદેશી દારૂનો જથ્થો પકડાવાની ઘટના પ્રકાશમાં

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ,નર્મદા અને સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી માટે નેત્રંગને એપીસેન્ટર સેન્ટર ગણવામાં આવે છે.નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ફિચવાડા ગામના નરેશ કરણ વસાવાના સસરા સોમા કરણસિંહ વસાવાના ઘરની અડાળીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ સંતાડ્યા હોવાની બાતમી ભરૂચ એલસીબી પીએસઆઈ એમ.એમ રાઠોડ અને પોલીસકર્મીઓને મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ  ૯૦૦ જેની કિંમત ૯૦,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.ત્યાર બાદ સોમા કરણસિંહ વસાવાની ધરપકડ કરીને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.જ્યારે નરેશ કરઞ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાના મોતિયાના જંગલ વિસ્તાર માંથી રીક્ષા અને સ્કુટર પર લઈ જવાતો રૂ.૧.૬૬ વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો.તેવા સંજોગો નેત્રંગના જંગલ વિસ્તારમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઠલવાતો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!