google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચના નંદેલાવ માર્ગ પર બેભાન થયેલા બાઈક ચાલકને પોલીસે જવાને સીપીઆર આપી...

ભરૂચના નંદેલાવ માર્ગ પર બેભાન થયેલા બાઈક ચાલકને પોલીસે જવાને સીપીઆર આપી જીવ બચાવવાની કોશિષ કરી પણ બચાવી ન શક્યો

- બેભાન યુવકને સારવારમાં અર્થે લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યો

ભરૂચ,

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ગતરોજ રાત્રીના એક બાઈક ચાલક અચાનક બેભાન થયો હતો.આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાને સીપીઆર આપીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે કમનસીબે જીવ બચ્યો નહોતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે.ગતરોજ સાંજના સમયે તેઓ પોતાના સ્થળ પર ફરજ હાજર હતા.તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા પસાર થઈ રહ્યો હતો.જે અરસામાં તે અચાનક બેભાન થઈ નીચે પડ્યો હતો.આ સમય ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાન વિજયસિંહ તરત દોડી જઈને પ્રથમ ત્યાં ઉભેલા લોકોને બાજુએ હટાવી એક શ્રણની પણ રાહ જોયા વગર બેભાન થઈ ગયેલા યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા.

ત્યાર બાદ આ આ યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે હાજર તબીબે તેને ચેક કર્યો હતો અને મૃત જાહેર કર્યો હતો.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજ હાજર પોલીસ કોન્સ્ટેબલે એક શ્રણ પણ બગડ્યા વગર તેને સીપીઆર આપી આ યુવકનો જીવ બચાવવાની કોશિષ કરતા લોકો પોલીસ કોન્સ્ટેબલને સલામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!