google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચમાં ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર સભામાં કોંગ્રેસ રાષ્ટ્રીય માઈનોરીટી સેલના...

ભરૂચમાં ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર સભામાં કોંગ્રેસ રાષ્ટ્રીય માઈનોરીટી સેલના ચેરમેન ઈમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિ

- લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન : જે પોતાની પત્નીને ના સાચવી શક્યો તે જનતાને શું સાચવશે શું મોદીની ગેરંટી

ભરૂચ,

ઈન્ડિયા ગઠબંધનનાં લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાનાં સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન ઈમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જાહેર સભા યોજાઈ હતી.જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશ ને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ ધોબી તળાવની સામે,અઢાર કોટરની પાછળના ગ્રાઉન્ડ પર  ઈન્ડિયા ગઠબંધનનાં લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાનાં સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન ઈમરાન પ્રતાપગઢીની જાહેર સભા યોજાઈ હતી.જેમાં ઈમરાન પ્રતાપગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શબ્દોના જાદુગર કહી કટાક્ષ કરતા કહ્યું હતું કે બહુત હુવી મહેગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર યે ઊંનકા નારા થા તો અબ વો ઈસકે સાથ ક્યું નહી ચલતે, કહી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને ૭ મઈ ભાજપા ગઈ ના નારા સાથે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

આ જાહેર સભામાં મંચ પરથી લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે જે પોતાની પત્નીને ના સાચવી શક્યો તે જનતાને શું સાચવશે.આ મોદી ની ગેરંટી છે.અબ કી બાર ચારસો પાર નહિ પણ અબ કી બાર ભાજપ બહાર લોકો કહી રહ્યા હોવાનું કહી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ઈન્ડીયા ગઠબંધનની સભા માં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા ઉપરાંત કોંગ્રેસ અગ્રણીઓ સુલેમાન પટેલ,સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી,ઈબ્રાહીમ કલકલ સહિતના અગ્રણીઓ એ મંચ એક બીજાના હાથ માં હાથ મેળવી આપ અને કોંગ્રેસ ગઠબંધન મજબૂત હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!