સૌજન્ય,
સુરતના લાલ ગેટ વિસ્તારમાં આવેલા પ્રવીણકુમાર એન્ડ આંગડિયા પેઢી માંથી ૮૮ લાખ રૂપિયા લઈને નીકળેલા યુવકને મોટર સાયકલ પર આવેલો વ્યક્તિ પિસ્તોલ જેવું હથિયાર બતાવી અપહરણ કરી તેની પાસેના રૂપિયા ૮૮ લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી.જે મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડયા હતા.જોકે સમગ્ર ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો અને પોતાના સંબંધી સાથે આ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ જાન્યુઆરીના રોજ સુરતના લાલ ગેટ વિસ્તારમાં એક લૂંટની ઘટના સામે આવી હતી.જ્યાં પ્રવીણકુમાર એન્ડ આંગડિયા પેઢીની ઓફિસમાંથી રોકડ રૂપિયા ૮૮,૨૬,૭૦૦ નો થેલો લઇને ઓફિસની બહાર આવી તે રૂપિયા તેમની બર્ગમેન મોપેડના આગળના ભાગે રાખી બેસેલ ત્યારે સામેથી એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.જેણે લાલ કલરનું ગરમ જેકેટ પહેરેલું હતું,તે ફરીયાદીની મોપેડ ઉપર બેસી ફરીયાદીને પાછળથી પિસ્ટલ જેવું હથીયાર બતાવી ફરીયાદીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મોપેડે તે કહે તે રસ્તે ચલાવી લેવાનું જણાવ્યું હતું. ફરિયાદીને લસકાણા પાસે લઈ જઈ ફરિયાદી પાસે રહેલા મંસુરભાઈના રોકડ રૂપિયા તથા કાળા કલરની બર્ગમેન મોપેડ જેનો રજી નં.જીજે ૦૫ એયુ ૧૭૧૧ જેની કિમત રૂપિયા ૧૫ હજાર છે તથા ફરિયાદીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 5 હજાર છે, તે મળી કુલ કિંમત રૂપિયા ૮૮,૪૬,૭૦૦ ની લૂંટ કરી નાશી ગયો હતો.ધોળા દિવસે થયેલી લૂંટનો મામલે ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવ સ્થળની વિઝીટ કરી બનાવને ડીટેકટ કરવા પ્રયત્નો હાથધર્યા હતા.આ દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે જુનાગઢમાં રહેતો નદીમ ભોજાણી અને ફરિયાદી નવાઝએ મળી આ લૂંટને અંજામ આપ્યો છે.નદીમ ભોજાણી જૂનાગઢ ખાતે છે, વગેરે મુજબની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે વર્ક-આઉટ કરી આરોપી નદીમ ભોજાણીને પકડી પાડયો હતો અને સુરત ખાતેથી આરોપી નવાઝને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ અમદાવાદ ખાતેથી સોનાની લગડીયો ખરીદી હતી અને લૂંટના ૮૮ લાખ માંથી દસ ૧૦ રૂપિયા ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવ્યા બાદ ૭૫ લાખના સોનાની લગડીઓને પોતાના મકાનમાં દિવાલમાં સંતાડી દીધી હતી.જોકે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરતાં જણાવ્યું હતું કે પોતાને ૮૦ લાખનું દેવું થઈ જતાં તેને ચુકતે કરવા આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.તેના ભાગરુપે પોતાના સાઢુભાઈના દિકરા નવાઝ ફત્તાનો સંપર્ક કર્યો હતો અને તેને પણ રૂપિયાની જરૂર હોવાથી પોતે તૈયાર થયો હતો. બન્નેએ આશરે ચાર મહિના પહેલા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો,તેના ભાગરુપે આરોપી નદીમ ભોજાણીએ માસ્ક મંગાવ્યા હતા.જેથી પોતાનો ચહેરો છુપાવી શકે.વધુમાં પુછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે નદીમ ભોજાણી દ્વારા આંગડીયા પેઢીની સતત રેકી કરવામાં આવી હતી અને લૂંટના દિવસે વહેલી સવારે આંગડીયા પેઢીની લૂંટની ઘટનાના આગલા દિવસે તે જુનાગઢ ખાતેથી સુરત આવવા નીકળ્યો હતો અને ચાર જેટલી બસ બદલીને સુરત આવ્યો હતો.બાદ સુરતમાં કેટલીક રિક્ષાઓ બદલી હતી. જેને લઇ પોલીસ તેને પકડી ના શકે.પોલીસે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી હતી.
સુરતમાં થયેલ ૮૮ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો : ફરિયાદી જ નીકળ્યો આરોપી
- પોતાના સંબંધી સાથે આ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું - પોતાને ૮૦ લાખનું દેવું થઈ જતાં તેને ચુકતે કરવા સાઢુભાઈના દિકરા સાથે લૂંટનો પ્લાન બનાવ્યો